Site icon News Continuous Bureau | Mumbai

Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?

Box Office Battle: તેલુગુ રાજ્યોમાં યશની ફિલ્મે PVRINOX સાથે કર્યો મોટો કરાર; સ્ક્રીન્સ અને શોના ગણિતમાં રણવીરની ફિલ્મ પછડાશે, કરોડોની કમાણી પર જોખમ.

Box Office Battle: Yash’s 'Toxic' Scores Big Over Ranveer Singh’s 'Dhurandhar 2'

Box Office Battle: Yash’s 'Toxic' Scores Big Over Ranveer Singh’s 'Dhurandhar 2'

News Continuous Bureau | Mumbai

Box Office Battle: 19 માર્ચે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો ‘ટોક્સિક’ અને ‘ધુરંધર 2’ વચ્ચે મહામુકાબલો થવા જઈ રહ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ ના પહેલા ભાગે માત્ર હિન્દી ભાષામાં 1300 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. હવે મેકર્સ બીજા ભાગને પાંચ ભાષાઓમાં પેન ઈન્ડિયા (Pan India) રિલીઝ કરી રહ્યા છે, પરંતુ તેલુગુ માર્કેટમાં યશની ફિલ્મે રણવીર સિંહનું ટેન્શન વધારી દીધું છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  TV TRP Week 4:જૂનું તે સોનું! ટીઆરપીમાં ફરી ચાલ્યો ‘તુલસી’નો જાદુ, ‘અનુપમા’ અને ‘નાગિન’ વચ્ચે કાંટાની ટક્કર

‘ધુરંધર 2’ ને કેવી રીતે થશે નુકસાન?

 તાજા અહેવાલો મુજબ, યશ સ્ટારર ફિલ્મ ‘ટોક્સિક’ ના મેકર્સે તેલુગુ રાજ્યો (તેલંગાણા અને આંધ્રપ્રદેશ) માં દેશની સૌથી મોટી મલ્ટિપ્લેક્સ ચેન PVRINOX પિક્ચર્સ ને પોતાના પાર્ટનર બનાવી લીધા છે. આ ડીલ માટે KVN પ્રોડક્શન્સે 40 કરોડનું એડવાન્સ કમિશન પણ ચૂકવ્યું છે. આનો સીધો અર્થ એ છે કે તેલુગુ રાજ્યોમાં PVRINOX ના થિયેટરોમાં ‘ટોક્સિક’ ને પ્રાધાન્ય આપવામાં આવશે.કરાર મુજબ, પ્રાઇમ ટાઇમ એટલે કે બપોર અને સાંજના શોમાં ‘ટોક્સિક’ ને પ્રાથમિકતા મળશે, જેના કારણે ‘ધુરંધર 2’ ના શોની સંખ્યા ઘટી જશે.


યશની ફિલ્મ ‘ટોક્સિક’ માં તે ‘રાયા’ નામના પાત્રમાં જોવા મળશે. સાઉથમાં યશની લોકપ્રિયતા અને PVRINOX સાથેની આ ડીલ રણવીર સિંહ માટે મોટો પડકાર ઉભો કરી રહી છે. જોકે, ‘ધુરંધર’ ના પહેલા ભાગે જે રીતે મલ્ટિપ્લેક્સમાં કમાણી કરી છે, તે જોતા સીક્વલને પણ સારો પ્રતિસાદ મળવાની આશા છે, પરંતુ સાઉથના માર્કેટમાં હવે જંગ આરપારનો રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version