Site icon

માત્ર 75 રૂપિયા ખર્ચીને સિનેમા હોલમાં જોઈ શકો છો તમે રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર- જાણો ક્યારે અને કેવી રીતે જોવા મળશે ફિલ્મ

 News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝને (Brahmastra release)હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ ફિલ્મમાં રણબીર અને આલિયા પહેલીવાર સાથે જોવા મળશે. આવી સ્થિતિમાં ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ જો અમે તમને કહીએ કે આ ફિલ્મ માત્ર 75 રૂપિયામાં સિનેમાઘરોમાં (theaters)જોવા મળી શકે છે, તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને વિશ્વાસ નહીં કરો. પરંતુ આ વાત બિલકુલ સાચી છે, જે જાણ્યા પછી સિનેમા પ્રેમીઓ ખુબ ખુશ થઈ જશે.

Join Our WhatsApp Community

જો કે તમને જણાવી દઈએ કે આ ઓફર(offer) માત્ર એક દિવસ માટે છે. અહેવાલો અનુસાર, મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MAI) અને દેશભરના સિનેમા માલિકોએ 16 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસના (National cinema day)અવસર પર મૂવી ટિકિટની કિંમત ઘટાડીને 75 રૂપિયા કરી દીધી છે. તે દિવસે દરેક ફિલ્મ 75 રૂપિયામાં જોઈ શકાય છે અને 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે, તેથી 16 સપ્ટેમ્બરે તે પણ 75 રૂપિયામાં જોઈ શકાશે.16 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસના અવસર પર 4000 થિયેટર તેનો ભાગ બની રહ્યા છે, જ્યાં ફિલ્મોની ટિકિટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના મહામારી(corona) બાદ થિયેટરો સંપૂર્ણ રીતે ખુલવાની ખુશીમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આને સિનેપ્રેમીઓ માટે એક તક તરીકે જોવામાં આવી રહ્યું છે જેઓ હજુ થિયેટરોમાં કમબેક કર્યું નથી.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દબંગ ગર્લ થી ઓળખાતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા છે કરોડોની માલકીન-જાણો તેની નેટવર્થ વિશે

'બ્રહ્માસ્ત્ર' અયાન મુખર્જીનો ડ્રીમ પ્રોજેક્ટ(dream project) છે, જેનો પહેલો ભાગ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ' 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને બનાવવામાં 10 વર્ષ લાગ્યા છે અને તે વિવિધ ભાષાઓમાં લગભગ 8000 સ્ક્રીન્સમાં રિલીઝ થશે.

 

Ramayana Teaser Update: ‘રામાયણ’ના ટીઝરની લંબાઈ જાહેર: રણબીર કપૂરની ‘રામ’ તરીકેની ઝલકને CBFC એ આપી લીલી ઝંડી, જાણો ક્યારે થશે રિલીઝ.
Tiger Shroff: ટાઈગર શ્રોફનો મોટો ખુલાસો: ‘એરોફોબિયા’ને કારણે નથી આવતી ઉંઘ; જાણો એક્શન સ્ટારના જીવનની આ અંધારી બાજુ
Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Exit mobile version