Site icon

અમેરિકન સિંગર અને ડાન્સર બ્રિટની સ્પીયર્સ ને થઇ આ ગંભીર બીમારી-આવી રીતે મેળવે છે તે પીડા માંથી રાહત-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બ્રિટની સ્પીયર્સે ખુલાસો કર્યો છે કે તેને એક ગંભીર ન્યુરોલોજીકલ રોગ(neurological diseases) છે, જે અસાધ્ય છે, તેનો કોઈ ઈલાજ નથી. જે સેલિબ્રિટીને અસાધ્ય નર્વ ડેમેજ(nerve damage) છે તે કહે છે કે જ્યારે તે ડાન્સ કરે છે ત્યારે તેને દુખાવો થતો નથી. પોતાની બીમારી વિશે તેણે ઈન્સ્ટાગ્રામ (instagram)પર લખ્યું કે, અઠવાડિયામાં ઘણી વાર એવું થાય છે, જ્યારે હું ઊંઘમાંથી જાગી જાઉં છું, ત્યારે મારો એક હાથ સાવ સુન્ન થઈ જાય છે. શરીરની ચેતાઓ તેને ગરદનમાં પીનની જેમ ચૂંટવા લાગે છે. સ્પીયર્સે જણાવ્યું કે, મારા શરીરની જમણી બાજુના દુખાવાના કારણે માથાનો આગળનો ભાગ ખૂબ જ દુખે છે. આ પીડા અત્યંત અસહ્ય છે.

Join Our WhatsApp Community

અમેરિકન સિંગર(American singer and dancer) અને ડાન્સર બ્રિટની સ્પીયર્સ(Britney spears), જે ‘પ્રિન્સેસ ઑફ પૉપ’ તરીકે વધુ જાણીતી છે, તેણે તાજેતર માં  તેના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી, જેમાં તે ડાન્સ કરતી જોવા મળે છે. સ્પીયર્સે જાહેર કર્યું કે તેણીને incurable nerve damage છે, તેણે ઉમેર્યું કે જ્યારે તેણી નૃત્ય(dance) કરે છે ત્યારે તેણીને પીડાથી રાહત મળે છે. જ્યારે ત્યાં તેણે કહ્યું કે ભગવાન(God) સિવાય કોઈ ઈલાજ નથી, મને લાગે છે કે જ્યારે તમારા મગજને પૂરતો ઓક્સિજન(oxygen) મળતો નથી ત્યારે ચેતાઓ ને નુકસાન થાય છે… તમારું મગજ ખરેખર કામ કરવાનું બંધ કરી દે છે. ચેતાની સમસ્યા તમારા શરીરના અમુક ભાગોને સુન્ન કરી શકે છે.”

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ફિલ્મ પઠાણ ને બોયકોટ ટ્રેન્ડ થી બચાવવામાં વ્હારે આવ્યું ટ્વીટર -જાણો કેવી રીતે બદલાઈ રહ્યું છે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

ડાન્સનો વીડિયો (dance video)શેર કરતા બ્રિટનીએ કહ્યું કે, ‘જ્યારે હું આ રીતે ડાન્સ કરું છું ત્યારે મને દુખાવો(pain) થતો નથી. આ કરતી વખતે મારું મન અચાનક મારા બાળપણમાં ફરી જાય છે. તેનાથી મારા વિશ્વાસને બળ મળ્યું છે… ભગવાનની કૃપાથી મને આ રોગની દવા(medicine) મળી છે. મારી આંખો હવે પહેલા કરતાં વધુ ખુલે છે, હું મારું માથું બરાબર પકડી શકું છું. હવે હું ઘણી સારી થઈ રહી છું, હું શ્વાસ(breath) લઈ શકું છું… મને હવે સારું લાગે છે કારણ કે હું સ્વસ્થ થઈ રહી છું, જીસસ હવે હું શ્વાસ લઈ શકું છું.’

Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ
Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ
Exit mobile version