Site icon News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ માં નિતાંશી ગોયલની ચોટી બની આકર્ષણનું કેન્દ્ર,અનોખા અંદાજ માં દિગ્ગજ અભિનેત્રીઓને આપી શ્રદ્ધાંજલિ

Cannes 2025: લાપતા લેડીઝ ફેમ નિતાંશી ગોયલ ની અનોખી હેરસ્ટાઇલ એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Cannes 2025: Nitanshi Goyal Cannes Braid Pays Tribute to Legendary Bollywood Actresses

Cannes 2025: Nitanshi Goyal Cannes Braid Pays Tribute to Legendary Bollywood Actresses

News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025  માં નિતાંશી ગોયલ એ પોતાની અનોખી હેરસ્ટાઇલ દ્વારા બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રીઓને શ્રદ્ધાંજલિ આપી છે. તેની ચોટીમાં નાની ગોલ્ડન ફ્રેમ્સ માં આ અભિનેત્રીઓના ફોટા લગાવવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: કાન્સ 2025 માં પામે ડી’ઓર એવોર્ડથી સન્માનિત થયેલા રોબર્ટ ડી નીરો એ સાધ્યું ટ્રમ્પ પર નિશાન, પ્રેસિડેન્ટ વિશે કહી આવી વાત

નિતાંશી ની ચોટી બની આકર્ષણ નું કેન્દ્ર 

17 વર્ષની નિતાંશી ગોયલનો આ કાન્સમાં પહેલો ડેબ્યુ છે. તેણે વ્હાઇટ કલર ના આઉટફિટ સાથે બેકલેસ બ્લાઉઝ પહેર્યું છે જેમાં મોતી લાગેલા છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે તેની ચોટીએ, જેમાં મોતીની લડીઓ સાથે 8 દિગ્ગજ અભિનેત્રીઓના ફોટા લગાવેલા છે.ચોટીમાં દેખાતા ફોટા મુજબ, સૌથી ઉપર વહીદા રહેમાન છે, ત્યારબાદ મધુબાલા, રેખા, વૈજયંતીમાલા, મીના કુમારી, હેમા માલિની, આશા પારેખ અને શ્રીદેવી છે. બે ફોટા સ્પષ્ટ રીતે દેખાતા નથી, પરંતુ તેમાં નૂતન અને નરગિસ હોવાની શક્યતા છે.


આ ખાસ હેરપીસ BeAbhika દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. નિતાંશીનો આ અંદાજ માત્ર ફેશન  માટે નહીં પરંતુ ભારતીય ફિલ્મ ઈતિહાસને માન આપવાનો પ્રયાસ પણ છે. સોશિયલ મીડિયા પર લોકો તેના આ અંદાજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version