Site icon News Continuous Bureau | Mumbai

Cannes 2026| કાન્સના રેડ કાર્પેટ પર ગુંજ્યું માત્ર એક જ નામ! ‘કાન્સ ક્વીન’ ઐશ્વર્યા રાયને જોઈને વિદેશી ચાહકો થયા બેકાબૂ, જુઓ વાયરલ વીડિયો

Cannes 2026 | ક્લોઝિંગ સેરેમનીમાં ડિઝાઇનર ચેની ચાનના વ્હાઇટ ફેધર પેન્ટસુટમાં ઐશ્વર્યાનો જોવા મળ્યો 'બોસ લેડી' લુક, પુત્રી આરાધ્યા પણ રેડ ગાઉનમાં છવાઈ.

Cannes 2026|  કાન્સના રેડ કાર્પેટ પર ગુંજ્યું માત્ર એક જ નામ! 'કાન્સ ક્વીન' ઐશ્વર્યા રાયને જોઈને વિદેશી ચાહકો થયા બેકાબૂ, જુઓ વાયરલ વીડિયો

Cannes 2026| કાન્સના રેડ કાર્પેટ પર ગુંજ્યું માત્ર એક જ નામ! 'કાન્સ ક્વીન' ઐશ્વર્યા રાયને જોઈને વિદેશી ચાહકો થયા બેકાબૂ, જુઓ વાયરલ વીડિયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Cannes 2026| ફ્રાન્સમાં યોજાયેલા પ્રતિષ્ઠિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬’ ના મંચ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ ટોચ પર જોવા મળ્યો છે. કાન્સના રેડ કાર્પેટ પર દુનિયાભરની અભિનેત્રીઓ પોતાના ફેશન લુકથી આકર્ષણ જમાવે છે, પરંતુ સાચી ‘કાન્સ ક્વીન’ આજે પણ ઐશ્વર્યા રાય જ છે. ફેસ્ટિવલની ગ્રાન્ડ ક્લોઝિંગ સેરેમનીમાં (સમાપન સમારોહ) ઐશ્વર્યાની એન્ટ્રી થતાં જ આખું રેડ કાર્પેટ પરિસર તેના નામથી ગુંજી ઉઠ્યું હતું. પોતાની મનપસંદ અભિનેત્રીની એક ઝલક મેળવવા અને ઓટોગ્રાફ લેવા માટે વિદેશી ચાહકોમાં ભારે ક્રેઝ અને દીવાનગી જોવા મળી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

ચાહકોની ભીડ જોઈને ખુશ થઈ ઐશ્વર્યા, સેલ્ફી આપી અને ઓટોગ્રાફ સાઇન કર્યા

વૈશ્વિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચનની એક ઝલક માટે સેંકડો આંતરરાષ્ટ્રીય ફેન્સ કલાકો સુધી ઇવેન્ટ લોકેશનની બહાર રાહ જોઈને ઊભા હતા. જેવી ઐશ્વર્યા પોતાની લક્ઝરી કારમાંથી બહાર આવી કે તુરંત જ વિદેશી ચાહકો ‘ઐશ્વર્યા… ઐશ્વર્યા…’ ના નારા લગાવવા લાગ્યા હતા. ચાહકોનો આવો અદભુત અને બિનશરતી પ્રેમ જોઈને અભિનેત્રી પણ ખુશ થઈ ગઈ હતી. તેણે ગ્લેમરસ અંદાજમાં ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું, તેમની નજીક જઈને મુલાકાત કરી, ઓટોગ્રાફ આપ્યા અને ખૂબ જ ખુશીથી તેમની સાથે સેલ્ફી અને તસવીરો પણ ક્લિક કરાવી હતી. આ આંતરરાષ્ટ્રીય દીવાનગી જોતા એવું સ્પષ્ટ કહી શકાય કે ઐશ્વર્યાના ગ્રેસ સામે મોટા-મોટા ગ્લોબલ સ્ટાર્સ પણ ફીકા પડી જાય છે.

ચેની ચાન કૂચરના કસ્ટમ વ્હાઇટ પેન્ટસુટમાં વિખેર્યો ‘બોસ લેડી’ લુક

કાન્સ ૨૦૨૬ ની ક્લોઝિંગ સેરેમની માટે ઐશ્વર્યાએ એકદમ હટકે અને પાવરફુલ ફેશન સ્ટેટમેન્ટ પસંદ કર્યું હતું. તેણે પ્રખ્યાત ઇન્ટરનેશનલ ડિઝાઇનર ચેની ચાન કૂચરનો કસ્ટમ-મેડ વ્હાઇટ પેન્ટસુટ પહેર્યો હતો, જેને સેલિબ્રિટી સ્ટાઇલિશ મોહિત રાય દ્વારા સ્ટાઇલ કરવામાં આવ્યો હતો. આ શાનદાર આઉટફિટના લેપલ પર આકર્ષક સિલ્વર એમ્બેલિશમેન્ટ્સ (ભરતકામ) કરવામાં આવ્યું હતું, જ્યારે પેન્ટસુટ સાથે જોડાયેલા મોટા વ્હાઇટ ફેધર્સ (પીંછા) તેના લુકને અત્યંત રોયલ અને ડ્રામેટિક બનાવી રહ્યા હતા. આ ‘બોસ લેડી’ લુક (Boss Lady Look) સાથે ઐશ્વર્યાએ આઇલાઇનર, કાજલ અને મસ્કારા સાથે સ્મોકી આઇ મેકઅપ અને ગ્લોસી લિપસ્ટિક કેરી કરી હતી, જેમાં તે અદભુત સુંદર દેખાતી હતી.

કાન્સમાં ઐશ્વર્યાના ૩ લુક્સ વાયરલ, પુત્રી આરાધ્યા બચ્ચન પણ રેડ ગાઉનમાં ચમકી

આ વર્ષે કાન્સના મંચ પરથી ઐશ્વર્યા રાય બચ્ચનના અત્યાર સુધીમાં કુલ ૩ અલગ-અલગ ગ્લેમરસ લુક્સ સામે આવ્યા છે, અને ત્રણેય લુક્સે ઇન્ટરનેટ પર ધમાકો મચાવ્યો છે. મેકઅપ રૂમમાંથી પણ તેનો એક ખાસ વીડિયો વાયરલ થયો છે, જેમાં તે રેડ કાર્પેટ માટે તૈયાર થતી જોવા મળે છે. આ ફેશન ઇવેન્ટમાં ઐશ્વર્યાની સાથે તેની પુત્રી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) પણ કેમેરા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. આરાધ્યા અહીં એક અત્યંત સુંદર ગ્લેમરસ રેડ ગાઉનમાં જોવા મળી હતી. મા-દીકરીની આ જોડીએ કાન્સ ૨૦૨૬ ની આખી લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી લીધી છે અને સોશિયલ મીડિયા પર ચાહકો તેમના પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ

Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Javed Akhtar Remark On Religion “બધા સરખા છે એ માન્યતા જ ખોટી!” જાવેદ અખ્તરે ફરી ધર્મ અને આસ્થા સામે ઉઠાવ્યા સવાલ, નિવેદનથી વિવાદ
Exit mobile version