Site icon

Cannes 2025: આજ થી શરુ થઇ રહ્યો છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય બચ્ચન સિવાય આ જાણીતી હસ્તીઓ લેશે ભાગ

Cannes 2025: 13 મે થી પ્રખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ થશે. આ ફિલ્મ ફેસ્ટિવલ 24 મે સુધી ચાલશે. તેમાં ભારતીય ફિલ્મ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓ પણ ભાગ લેશે.

cannes film festival alia bhatt to aishwarya these indian celebs will participate

cannes film festival alia bhatt to aishwarya these indian celebs will participate

News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ફ્રાન્સના કાનમાં થાય છે. આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત વર્ષ 1946 થી થઈ હતી. આ વર્ષે 78મો કાન ફિલ્મ મહોત્સવ 13 મે થી 24 મે સુધી યોજાશે. આ 12 દિવસમાં આ ફેસ્ટિવલમાં કેટલીક ગ્રાન્ડ ફિલ્મ સ્ક્રીનિંગ થશે. દર્શકો આ ફિલ્મ ફેસ્ટિવલને કાનના ઓફિશિયલ યૂટ્યુબ ચેનલ પર 13 મે બપોરે 2:30 વાગ્યાથી લાઇવ જોઈ શકશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Diljit Dosanjh: શાહરુખ, કિયારા ને પછાડી આ ભારતીય સેલેબ્રીટી એ મારી બાજી, મેટ ગાલા 2025 માં મેળવ્યું પ્રથમ સ્થાન

આલિયા ભટ્ટ અને ઐશ્વર્યા લેશે ભાગ 

આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય બચ્ચન અને ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા સહિત અનેક ભારતીય ફિલ્મ હસ્તીઓ 78 મા કાન્સમાં વિવિધ શ્રેણીઓમાં ભાગ લેશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બધાની નજર ઐશ્વર્યા રાય પર છે. તે 20 વર્ષથી વધુ સમયથી આ ઉત્સવમાં ભાગ લઈ રહી છે. પરંતુ આ વખતે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આલિયા ભટ્ટ આ વખતે લોરિયલ પેરિસના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળશે.


આલિયા અને ઐશ્વર્યા ઉપરાંત, જેકલીન ફર્નાન્ડીઝ, શર્મિલા ટાગોર, ઉર્વશી રૌતેલા, ઈશાન ખટ્ટર, જાહન્વી કપૂર અને કરણ જોહર પણ જોડાશે તેવા અહેવાલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version