Site icon

કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર, POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો કેસ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શુક્રવાર

ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની મુસીબતો વધવાની છે. એક મરાઠી ફિલ્મમાં સગીર બાળકો સાથે અશ્લીલ દ્રશ્યો બતાવવા બદલ અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ  IPC કલમ 292, 34, POCSO કલમ 14 અને IT કલમ 67, 67B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.મહારાષ્ટ્ર પોલીસે આ અંગે સમાચાર એજન્સીને માહિતી આપી હતી. મહેશ માંજરેકરની ફિલ્મ 'નય વરણભાત લોંચા કોન નહીં કુણાચા' ને લઈને વિવાદ ઉભો થયો છે.

મુંબઈની એક વિશેષ અદાલતે પોલીસને મહેશ માંજરેકર વિરુદ્ધ તેમની ફિલ્મમાં વાંધાજનક રીતે બાળકોના દ્રશ્યો શૂટ કરવા બદલ દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ફિલ્મ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે થિયેટરોમાં અને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલા તેના ટ્રેલરમાં અશ્લીલ સામગ્રી રજૂ કરવામાં આવી છે.મુંબઈ સ્થિત માહિમ પોલીસને સીઆરપીસીની જોગવાઈઓ અનુસાર આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મહેશ માંજરેકર માત્ર એક્ટર જ નથી પણ લેખક અને દિગ્દર્શક પણ છે, તેમણે ફિલ્મ 'વાસ્તવ'માં ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી મહેશ માંજરેકરે 'અસ્તિત્વ' અને 'કુરુક્ષેત્ર' જેવી ફિલ્મો બનાવી.

'ડિસ્કો કિંગ’ બપ્પી લહેરી ના મોતનું કારણ આવ્યું સામે, ગાયક ના પુત્ર એ જણાવી હકીકત; જાણો વિગત

તમને જણાવી દઈએ કે માંજરેકરની મરાઠી ફિલ્મ 'નય વરણભાત લોંચા કોન નહીં કુણાચા' નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. તે જ સમયે, તેની સામગ્રી અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવેલા બાળકો અને મહિલાઓ સાથેના વાંધાજનક દ્રશ્યોને લઈને ઘણો હોબાળો થયો હતો, ત્યારબાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, એવું પણ સામે આવ્યું છે કે આ કેસ બે સંગઠનોની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો છે. આ સંગઠનો તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ.નોંધનીય છે કે, મહેશ માંજરેકરની ફિલ્મ 'નય વરણભાત લોંચા કોન નહીં કુણાચા'નું ટ્રેલર અને ટીઝર 14 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું, જેમાં અભિનેત્રી કશ્મીરા શાહ અને એક બાળકને આપત્તીજનક સ્થિતિમાં બતાવવામાં આવ્યા હતા.

Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Aryan Khan Directorial: આર્યન ખાન કરશે શાહરુખને ડિરેક્ટ, જાણો ક્યારે શરૂ થશે આ બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ
Mahhi Vij Hospitalised: છૂટાછેડા ના સમાચાર વચ્ચે આ બીમારી ના કારણે હોસ્પિટલ માં દાખલ થઇ માહી વિજ
Sulakshana Pandit Passes Away: બોલીવૂડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું થયું નિધન, 71 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Exit mobile version