News Continuous Bureau | Mumbai
Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી લોકો નો એનિમલ ને લઈને ઉત્સાહ બમણો થઇ ગયો છે. લોકો આ ફિલ્મ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એનિમલ નું એડવાન્સ બુકીંગ પણ જોર શોર માં ચાલી રહ્યું છે. આ ફિલ્મ ને સેન્સર બોર્ડ તરફ થી A (એડલ્ટ) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં કુલ છ ફેરફાર કરવા કહ્યું છે. જેમાં એક મોટો ફેરફાર રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાના રોમેન્ટિક સીન છે, જેને ટૂંકો કરવાનું કહેવામાં આવ્યું છે.
એનિમલ ના સીન માં થયા ફેરફાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,સેન્સર બોર્ડે ‘વસ્ત્ર’ શબ્દને ‘કોસ્ચ્યુમ’ સાથે બદલવા માટે કહ્યું છે. સાથે જ ડ્રામા શબ્દને પણ મ્યૂટ કરવા માટે કહેવામાં આવ્યું છે. એનિમલ માં રણબીર કપૂર ના પાત્ર નું નામ વિજય અને રશ્મિકાનું નામ ઝોયા છે. એક નિર્દેશક અનુસાર, સેન્સર બોર્ડે કહ્યું, ‘TCR 02:28:37ના ક્લોઝ શૉટ અપને કાઢી નાખીને ઝોયા અને વિજયના ઇન્ટિમેટ સીન માં ફેરફાર કરી રહ્યા છીએ.’
#Animal CBFC Report.
Run-time: 3hr 23min 29sec
Certified: A#AnimalCensorReport pic.twitter.com/C1Hq0Ei2uZ— Vimal (@Kettavan_Freak) November 27, 2023
તમને જણાવી દઈએ કે ફિલ્મની લંબાઈ 3 કલાક 23 મિનિટ છે. તેમજ ફિલ્મ ને એડલ્ટ નું સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચોઃ Ranbir kapoor: ઇન્ડિયન આઇડલ ના મંચ પર સસરા મહેશ ભટ્ટ ના મોઢા થી પોતાના વિશે આવી વાત સાંભળી ભાવુક થયો રણબીર કપૂર, જુઓ વિડીયો