Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડના આ સ્ટાર્સ રહી ચુક્યા છે એકબીજાના ક્લાસમેટ- જાણો કેવી હતી તેમની ફિલ્મી સફર

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર્સની દોસ્તી(Friendship of Bollywood stars) અને દુશ્મનીની(Enemy) ઘણી ચર્ચાઓ થાય છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રિયલ લાઈફમાં(real life) સ્ટાર્સ વચ્ચે સારું બોન્ડિંગ નથી, તેઓ માત્ર જાહેર ઈવેન્ટ્સમાં જ સારી રજૂઆત કરતા જોવા મળે છે, પરંતુ એવું નથી. બી-ટાઉનમાં(B-Town) ઘણા એવા સ્ટાર્સ છે જે એકબીજાને બાળપણથી ઓળખે છે અને હજુ પણ મિત્રો છે. આજે અમે તમને બી ટાઉનના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ ક્લાસમેટ રહી ચૂક્યા છે. આ સાથે તેની કારકિર્દી પર પણ નજર કરીએ.

Join Our WhatsApp Channel

સલમાન ખાન-આમીર ખાન(Salman Khan-Aamir Khan)
સલમાન ખાન અને આમિર ખાને ‘અંદાજ અપના અપના’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં બંનેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બંને સ્કૂલમાં સાથે હતા. જોકે, બંનેએ બીજા ધોરણ માં  જ સાથે અભ્યાસ કર્યો હતો. સલમાન ખાને 1988માં 'બીવી હો તો ઐસી'થી ડેબ્યૂ કર્યું હતું અને આમિર ખાને 1984માં 'હોળી'થી કરિયરની શરૂઆત કરી હતી. બંને સ્ટાર્સ આજે ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

કરણ જોહર – ટ્વિંકલ ખન્ના(Karan Johar – Twinkle Khanna)
કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના પણ સાથે ભણ્યા છે. જ્યારે કરણ જોહરે દિગ્દર્શન સંભાળ્યું, ત્યારે ટ્વિંકલે અભિનયમાં પોતાનો હાથ અજમાવ્યો. જોકે, થોડા સમય પછી ટ્વિંકલે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી. તેણી એક લેખક છે. નોંધનીય છે કે કરણની પહેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' 1998માં આવી હતી અને ટ્વિંકલે 1995માં 'બરસાત'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : શું રશ્મિકા મંદન્ના કરી રહી છે વિજય દેવરાકોંડા ને ડેટ-આ વિશે અભિનેત્રી એ કર્યો ખુલાસો 

શ્રદ્ધા કપૂર – ટાઈગર શ્રોફ(Shraddha Kapoor – Tiger Shroff)
શ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફની જોડીને મોટા પડદા પર લોકોને ખૂબ પસંદ આવી છે. પરંતુ શું તમે જાણો છો કે બંને એક બીજાને સ્કૂલના સમયથી ઓળખે છે અને ક્લાસમેટ પણ રહી ચુક્યા છે. બંને મુંબઈની એક સ્કૂલમાં સાથે ભણ્યા હતા અને હજુ પણ ઘણા સારા મિત્રો છે. શ્રદ્ધા કપૂરે 2010માં 'તીન પત્તી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જે ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી શ્રદ્ધાને 'આશિકી 2' થી ઓળખ મળી. તે જ સમયે, ટાઇગરે 2014માં 'હીરોપંતી'થી બોલિવૂડમાં તેની સફર શરૂ કરી હતી.

રિતિક રોશન-ઉદય ચોપરા(Hrithik Roshan-Uday Chopra)
રિતિક રોશન અને ઉદય ચોપરા બાળપણથી ખૂબ સારા મિત્રો છે. બંનેએ સાથે પ્રિ-પ્રાઈમરી કરી હતી. આ સાથે બંનેની કોલેજ પણ એક જ હતી. જ્યારે રિતિકે  2000માં ‘કહો ના પ્યાર હૈ’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે ઉદયે પણ તે જ વર્ષે ફિલ્મ ‘મોહબ્બતેં’ સાથે તેની શરૂઆત કરી હતી. જોકે, ઉદયની કારકિર્દી લાંબો સમય ટકી ન હતી અને તે પ્રોડક્શન તરફ આગળ વધ્યો હતો.

વરુણ ધવન-અર્જુન કપૂર(Varun Dhawan-Arjun Kapoor)
વરુણ ધવન અને અર્જુન કપૂર સ્કૂલ કે કૉલેજમાં સાથે ભણ્યા ન હતા પરંતુ તેઓ એક્ટિંગ સ્કૂલમાં સાથે હતા. આવી સ્થિતિમાં બંને વાસ્તવિક જીવનમાં ખૂબ જ નજીકના મિત્રો છે. અર્જુને તેની કારકિર્દીની શરૂઆત 2012માં ‘ઇશકઝાદે’ થી કરી હતી અને વરુણે તે જ વર્ષે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ સાથે ડેબ્યૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : માત્ર અમિતાભ બચ્ચન જ નહીં-આ સ્ટાર્સ પણ હતા સુપરસ્ટાર રેખાના દિવાના-13 વર્ષ નાના એક્ટર સાથે પણ જોડાયું હતું નામ-જાણો તે અભિનેતા વિશે 

Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Exit mobile version