Site icon

સલમાન ખાન બાદ આ સિંગર અને રેપર આવ્યો ગોલ્ડી બ્રાર ના નિશાના પર, મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો વિગત

હાલમાં જ સિંગર અને રેપર હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને વોઇસ નોટ્સ દ્વારા ધમકી મળી છે.

celebs singer honey singh received death threats from gangster goldie brar

સલમાન ખાન બાદ આ સિંગર અને રેપર આવ્યો ગોલ્ડી બ્રાર ના નિશાના પર, મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ફેમસ રેપર અને સિંગર હની સિંહ હવે કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના નિશાના પર આવી ગયો છે. ગોલ્ડીએ રાપર પાસેથી 50 લાખની ખંડણી માંગી છે અને જો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રેપર ને ગેંગસ્ટર તરફથી વોઇસ નોટ દ્વારા ધમકીઓ મળી છે.હની સિંહે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે વોઈસ નોટની તપાસ કર્યા બાદ મામલાની તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનરે ધમકી મળ્યાની પુષ્ટિ કરી છે.સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદમાં હની સિંહે જણાવ્યું કે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર દ્વારા તેમને વોઈસ નોટ મોકલવામાં આવી છે. જેમાં તેને ખંડણીના પૈસા ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેના અને તેના સ્ટાફના પણ કોલ આવ્યા છે.

Join Our WhatsApp Community

 

 હની સિંહને મળી જાનથી મારી નાખવાની ધમકી

મીડિયા સાથેની વાતચીતમાં હની સિંહે વધુમાં કહ્યું કે મને અત્યારે ઘણું કહેવાની મનાઈ છે. મારી લાઈફમાં મારી સાથે આવું પહેલીવાર બન્યું છે. હુ ડરેલો છુ મારો આખો પરિવાર ડરી ગયો છે. હું માત્ર મૃત્યુથી ડરું છું. સિંગરે કહ્યું કે તેણે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ આપી છે અને સુરક્ષાની માંગ કરી છે.જણાવી દઈએ કે ગોલ્ડી બ્રાર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં પણ મુખ્ય આરોપી છે. હાલ ગોલ્ડી બ્રાર ફરાર છે. આ પહેલા પણ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી પણ ગોલ્ડી બ્રારે આપી હતી. આ ધમકી સલમાન ખાનને માર્ચમાં ઈમેલ મોકલીને આપવામાં આવી હતી.

 

મોસ્ટ વોન્ટેડ અપરાધી છે ગોલ્ડી બ્રાર  

ગોલ્ડી બ્રારને આ વર્ષે મે મહિનામાં કેનેડા સરકાર દ્વારા દેશના ટોચના 25 વોન્ટેડ અપરાધીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. એક અહેવાલ અનુસાર, ગોલ્ડી બ્રાર પર ભારતમાં હત્યા, ગુનાહિત કાવતરું અને ગેરકાયદે હથિયારોની સપ્લાયનો આરોપ છે. ગોલ્ડી બ્રાર સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. બ્રાર પંજાબના મુક્તસરનો રહેવાસી છે. તે વર્ષ 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો

આ સમાચાર પણ વાંચો: સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા, બિગ બી ની દૌહિત્રી ની હિન્દી માં સ્પીચ સાંભળી લોકો થયા ઈમ્પ્રેસ, જુઓ વિડીયો

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version