Site icon News Continuous Bureau | Mumbai

Celina Jaitley Case: સેલિના જેટલીએ ઘરેલુ હિંસાના આરોપ સાથે પતિ વિરુદ્ધ દાખલ કર્યો કેસ, આટલા કરોડની માંગણીથી ચકચાર.

Celina Jaitley Case: અભિનેત્રી સેલિના જેટલીએ અંધેરી કોર્ટમાં દાખલ કર્યો કેસ, પતિ પીટર હેગને જારી થઇ નોટિસ

Celina Jaitley Files Domestic Violence Case Against Husband, Seeks ₹50 Crore Compensation

Celina Jaitley Files Domestic Violence Case Against Husband, Seeks ₹50 Crore Compensation

News Continuous Bureau | Mumbai

Celina Jaitley Case: બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલી, જે ‘નો એન્ટ્રી’ અને ‘અપના સપના મની મની’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, તેણે પોતાના પતિ પીટર હેગ પર ઘરેલુ હિંસા, ક્રૂરતા અને હેરફેરના આરોપ લગાવ્યા છે. આ મામલે સેલિનાએ મુંબઈના અંધેરી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટએ ઓસ્ટ્રિયા નાગરિક પીટર હેગને નોટિસ જારી કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranbir Kapoor: ઉદયપુર ના લગ્ન માં બોલીવુડના ઠુમકા, વચ્ચે વાયરલ થયું રણબીર કપૂરનું જૂનું નિવેદન

50 કરોડ નું વળતર માગ્યું

ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ દાખલ કરાયેલા કેસમાં સેલિનાએ પતિ પાસેથી 50 કરોડ નું વળતર માંગ્યું છે. તેનો આરોપ છે કે પતિના કારણે તેની કમાણીનો સ્ત્રોત બંધ થયો અને પ્રોપર્ટીનું પણ નુકસાન થયું.અંધેરી કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે કેસની સુનાવણી બાદ પીટર હેગને નોટિસ જારી કરી છે. સેલિના અને પીટરે 14 વર્ષ પહેલા 2011માં લગ્ન કર્યા હતા અને તેમને જોડિયા પુત્રો પણ છે. 2017માં તેમને ફરી જોડિયા પુત્રોનો જન્મ થયો હતો, પરંતુ તેમાંથી એકનું બીમારીના  કારણે નિધન થયું હતું.


સેલિનાએ 2003માં ‘જાનશીન’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને ‘નો એન્ટ્રી’, ‘ગોલમાલ રિટર્ન્સ’, ‘જવાની દિવાની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં તે પોતાના ભાઈને UAEમાં ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવ્યા હોવાના મુદ્દે ચર્ચામાં રહી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version