ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
'છોટુ તુઝે ભૂખ લગી હૈ …' ફિલ્મ 'અમર અકબર એન્થની'માં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ નાના બાળકના મોઢેથી આવી વાત સાંભળીને તેનું દિલ પીગળ્યું ન હોય. તે ફિલ્મમાં જ આ નાનકડા બાળકે વ્યક્ત કર્યું હતું કે તે લાંબી દોડનો ઘોડો સાબિત થશે. આ નાના બાળકે ફિલ્મમાં એન્થોની એટલે કે અમિતાભ બચ્ચનનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. આ બાળકે જ 'કૂલી'માં અમિતાભનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. શું તમે જાણો છો કે આ બાળક કોણ છે અને તે આજે શું કરી રહ્યો છે?
આ બાળકનું નામ માસ્ટર રવિ છે, જેણે 1976માં આવેલી ફિલ્મ 'ફકીરા'થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 1977ની ફિલ્મ' અમર અકબર એન્થની'થી ઓળખ મળી હતી. આ ફિલ્મે રાતોરાત માસ્ટર રવિની કારકિર્દીને ઉજ્જ્વળ બનાવી. આ ફિલ્મ પછી માસ્ટર રવિએ 'દેશ પ્રેમી', 'શક્તિ' અને 'કૂલી' જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં માસ્ટર રવિએ અમિતાભના બાળપણનું પાત્ર ભજવ્યું હતું.
અભિષેક બચ્ચને કર્યો ખુલાસો : શા માટે તેણે કદી ઐશ્વર્યા રાયને ઑનસ્ક્રીન કિસ કરી નથી
માસ્ટર રવિએ પોતાની કારકિર્દીમાં વિવિધ ભાષાઓમાં 300થી વધુ ફિલ્મો કરી. અમિતાભ બચ્ચન, કોઈ બૉલિવુડ સ્ટારે અત્યાર સુધી આટલી ફિલ્મો કરી નથી. મોટા થઈને માસ્ટર રવિએ પોતાની જાતને રવિ વાલેચા તરીકે ફિલ્મોમાં સ્થાપિત કરી. તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું, જે ખૂબ જ લોકપ્રિય હતા. પરંતુ જ્યારે તમે જાણશો કે માસ્ટર રવિ એટલે કે રવિ વાલેચા આજે શું કામ કરી રહ્યા છે, ત્યારે તમે અવાક થઈ જશો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે માસ્ટર રવિ એટલે કે રવિ વાલેચાનું હૉસ્પિટાલિટી ઉદ્યોગમાં ઘણું નામ છે. તે ભારતની ખાનગી ક્ષેત્રની ટોચની બૅન્કોને તેમની હૉસ્પિટાલિટી સેવાઓ પૂરી પાડી રહ્યો છે. તે બે દાયકાથી આ ક્ષેત્ર પર શાસન કરી રહ્યો છે. રવિ વાલેચાએ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદમાંથી હૉસ્પિટાલિટી ઍન્ડ ફેસિલિટીઝમાં એમબીએની ડિગ્રી લીધા બાદ આ ક્ષેત્રમાં પગ મૂક્યો હતો. આજે તેનો બિઝનેસ કરોડોમાં છે. એટલું જ નહીં, રવિ વાલેચા હૉસ્પિટાલિટી ક્ષેત્રનો ભાગ બનવા માગતા યુવાનોને વ્યક્તિત્વ વિકાસ અને અન્ય કૌશલ્યની તાલીમ પણ આપે છે. ખરેખર રવિ વાલેચાની આ સફળતા અદ્ભુત છે. તેણે ફિલ્મોમાં અમિતાભ બચ્ચનનો રેકૉર્ડ તોડ્યો એટલું જ નહીં, તે હૉસ્પિટાલિટીનો રાજા પણ બની ગયો છે.