Site icon News Continuous Bureau | Mumbai

Makar sankranti: તુલસી માતા ની પૂજા સાથે પીએમ મોદીએ કિશન રેડ્ડીના નિવાસસ્થાને કરી મકરસંક્રાંતિની ઉજવણી, કાર્યક્રમ માં પીવી સિંધુ સાથે જોવા મળ્યો આ સાઉથ સુપરસ્ટાર

Makar sankranti: નવી દિલ્હીમાં તેલંગાણા ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીના નિવાસસ્થાને મકરસંક્રાંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ હાજરી આપી હતી

chiranjeevi celebrates makar sankranti with pm modi

chiranjeevi celebrates makar sankranti with pm modi

News Continuous Bureau | Mumbai

Makar sankranti: નવી દિલ્હીમાં તેલંગાણા ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડીના નિવાસસ્થાને મકરસંક્રાંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ઉપરાંત આ કાર્યક્રમ માં અભિનેતા ચિરંજીવી અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ એ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઘણી અન્ય જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. આ ઉજવણીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી સ્થળ પર પહોંચતા અને તુલસી માતા ની પૂજા કરતા જોવા મળે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Tiku Talsania Heart Attack : ટેલીવિઝન જગતના આ દિગ્ગજ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ..

પીએમ મોદી સાથે જોવા મળ્યો ચિરંજીવી 

સોશિયલ મીડિયા પર વાયરલ જોવા મળી રહ્યું છે કે, ચિરંજીવી પીએમ નરેન્દ્ર મોદી સાથે ચાલી રહ્યો છે. પીએમ મોદી સૌ પ્રથમ તુલસી માતા ની પૂજા કરી હતી અને ત્યારબાદ તેમને ગાય ને કેળા પણ ખવડાવ્યા હતા. પીએમ મોદીએ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરી. ગાયિકા સુનિતાએ પણ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો. ઉદ્ઘાટન પછી, તેમણે એક ખાસ પ્રદર્શન પણ આપ્યું અને ત્યાં હાજર લોકોનું મનોરંજન કર્યું. આ ઉપરાંત, ઘણા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન પણ યોજાયા હતા.


મીડિયા રિપોર્ટ મુજબ ચિરંજીવી અને પીવી સિંધુ સાથે, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મકરસંક્રાંતિ એ પાકનો તહેવાર છે. આ તહેવાર વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. એ જ રીતે, આ કાર્યક્રમમાં દરેક રાજ્યના સંક્રાંતિ ઉજવણીની ઝલક પણ જોવા મળી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version