News Continuous Bureau | Mumbai

Farah khan ganesh chaturthi: ગણેશ ચતુર્થી સેલિબ્રેશનના ફોટોમાં ચપ્પલ પહેરેલી જોવા મળી કોરિયોગ્રાફર ફરાહ ખાન, ટ્રોલ થવા પર ટ્રોલર્સ ને આપ્યો આવો જવાબ

Farah khan ganesh chaturthi:ફરાહ ખાને ગઈ કાલે તેના ઈન્સ્ટાગ્રામ પર ગણેશ ચતુર્થી સેલિબ્રેશનની એક તસવીર શેર કરી હતી, જેમાં તે ચપ્પલ પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીર જોયા બાદ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. હવે કોરિયોગ્રાફરે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

choreographer farah khan was seen wearing slippers in the photo of ganesh chaturthi celebrations reacted on being trolled

News Continuous Bureau | Mumbai 

 Farah khan ganesh chaturthi:આ દિવસોમાં સર્વત્ર ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં તમે ગણપતિ ની ઉજવણીની તસવીરો જોઈ શકો છો. ખાસ કરીને બોલિવૂડ સેલેબ્સ કે જેઓ એક પછી એક તસવીરો શેર કરીને ચાહકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ શ્રેણીમાં, પ્રખ્યાત કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ એક પોસ્ટ શેર કરી છે અને ચાહકોને ગણપતિ મહોત્સવની શુભેચ્છા પાઠવી છે. જો કે આ દરમિયાન ફરાહ ખાન નેટીઝન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. હવે તમે વિચારી રહ્યા હશો કે લોકોએ ફરાહને મુસ્લિમ તરીકે ગણેશ ચતુર્થી ઉજવવા બદલ ટ્રોલ કરી હશે, તો એવું બિલકુલ નથી, પરંતુ કારણ કંઈક બીજું છે. ચાલો તમને જણાવીએ શું છે આ સમગ્ર મામલો.

Join Our WhatsApp Channel

 

ફરાહ ખાને તસ્વીર શેર કરી પાઠવી ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 

ફરાહ ખાને ગઈ કાલે ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર તેના ઈન્સ્ટા પર એક તસવીર શેર કરી હતી, જેમાં હુમા કુરેશી અને રાજકુમાર રાવની પત્ની પત્રલેખા નાર તેની સાથે જોવા મળી રહી છે. તસ્વીરમાં ત્રણેય સુંદરીઓ હાથ જોડીને ઉભા રહીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આ સમય દરમિયાન, ત્રણેય ને પરંપરાગત પોશાક માં જોઈ શકાય છે. જ્યારે ફરાહ બ્લુ એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ સૂટમાં, હુમા પર્પલ કલરના સૂટમાં અને પત્રલેખા ગોલ્ડન કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. આ લુકમાં ત્રણેય ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.


જોકે, આ તસવીરમાં જે વસ્તુએ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તે ફરાહના પગમાં ચપ્પલ હતું. ફરાહ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ફરાહ તેના સૂટ સાથે મેળ ખાતા ચપ્પલ પહેરેલી જોવા મળી રહી છે. ત્યારે જ ફરાહને ચપ્પલમાં જોઈને નેટીઝન્સને તેને ટ્રોલ કરવાનો મોકો મળ્યો. ફરાહને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું – ‘કૃપા કરીને ભગવાન ગણેશની સામે તમારા ચપ્પલ ઉતારો.’ એકે લખ્યું- ‘ચપ્પલ પહેરી ને પૂજા?’ ફરાહને ટ્રોલ કરતી વખતે એકે લખ્યું- ‘ભગવાનને નમસ્કાર ખુલ્લા પગે થાય છે.’ એ જ રીતે યુઝર્સે ફરાહને કોમેન્ટ કરીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

farah khan was seen wearing slippers in the photo of ganesh chaturthi

farah khan was seen wearing slippers in the photo of ganesh chaturthi

ફરાહ ખાને કરી ટ્રોલર્સ ની બોલતી બંધ 

આ કોમેન્ટ્સ વાંચીને ફરાહ પણ ચૂપ ન રહી. તેણે આ ટિપ્પણીઓનો જવાબ પણ આપ્યો છે. એક યુઝરની કમેન્ટના જવાબમાં તેણે લખ્યું – ‘અમે ઘરની બહાર હતા, તમારો ખૂબ ખૂબ આભાર.’ ફરાહના નજીકના લોકો પણ તેને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. તેમની કોમેન્ટના જવાબમાં એક યુઝરે લખ્યું – ‘મને લાગે છે કે તમારે જવાબ આપવાની જરૂર નથી, આ લોકો IQ વગર અત્યંત ઓવરસ્માર્ટ છે.’

આ સમાચાર પણ વાંચો : Farida jalal: ફરીદા જલાલે ખોલી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના ડેટિંગ ની પોલ,જાણો કેવા છે દિગ્ગ્જ અભિનેત્રી ના બિગ બી સાથે ના સંબંધ

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version