Site icon News Continuous Bureau | Mumbai

South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય

South Movie Tickets| રામ ચરણ સ્ટારર ‘પેદ્દી’ ના ભાવ વધારા બાદ સોશિયલ મીડિયા પર છેડાઈ નવી ચર્ચા; તેલંગાણા સરકારે મલ્ટિપ્લેક્સને ટિકિટ દીઠ ૧૨૫ વધારવાની આપી મંજૂરી.

South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય

South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

South Movie Tickets| પાછલા થોડા વર્ષોમાં ભારતીય સિનેમાના આર્થિક અને વ્યાપારિક માળખામાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. હવે ફિલ્મોના કરોડો રૂપિયાના બજેટથી લઈને બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ કે ૧,૦૦૦ કરોડના ક્લબમાં સામેલ થવા સુધીની બાબતો હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ‘બાહુબલી’, ‘પુષ્પા’ અને ‘આરઆરઆર’ જેવી ક્રાંતિકારી પેનઈન્ડિયા ફિલ્મોએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ હવે આ સફળતા સાથે સિનેમા જગતમાં એક નવો અને મોંઘો ટ્રેન્ડ સામેલ થઈ ગયો છે, અને તે છે ફિલ્મ રિલીઝ થતાં જ તેની ટિકિટના ભાવો આસમાને પહોંચાડી દેવા. આ ટ્રેન્ડનું તાજેતરનું સૌથી મોટું ઉદાહરણ સુપરસ્ટાર રામ ચરણની મેગા બજેટ ફિલ્મ ‘પેદ્દી’ છે, જે ૪ જૂન ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.

તેલંગાણા સરકારે આપી સત્તાવાર મંજૂરી

મીડિયા રિપોર્ટ્સ અને સત્તાવાર અહેવાલો અનુસાર, રામ ચરણ અને જ્હાન્વી કપૂર સ્ટારર ફિલ્મ ‘પેદ્દી’ ની રિલીઝ પહેલાં જ તેલંગાણા સરકારે એક ખાસ આદેશ જારી કરીને થિયેટર માલિકોને ટિકિટના ભાવ વધારવાની કાનૂની મંજૂરી આપી દીધી છે. આ સત્તાવાર ઓર્ડર મુજબ, સિંગલ સ્ક્રીન થિયેટરો ‘પેદ્દી’ ની ટિકિટ પર પ્રતિ ટિકિટ ૧૦૦ રૂપિયા (GST સાથે) અને મલ્ટિપ્લેક્સ થિયેટરો પ્રતિ ટિકિટ ૧૨૫ રૂપિયા (GST સાથે) સુધીનો તોતિંગ વધારો કરી શકે છે. આ ઉપરાંત, ૩ જૂને યોજાયેલા સ્પેશિયલ પ્રીમિયર શો માટે ટિકિટનો ભાવ ૬૦૦ રૂપિયા રાખવામાં આવ્યો હતો. જો કે, આ વધેલા ભાવો ફિલ્મ રિલીઝના માત્ર શરૂઆતના ૧૦ દિવસ સુધી જ લાગુ રહેશે, પરંતુ આ ૧૦ દિવસની અંદર જ મેકર્સ અને થિયેટર માલિકો કરોડો રૂપિયાની કમાણી કરીને માલામાલ થઈ જશે.

કરોડોના બજેટની રિકવરી માટે ટિકિટ હાઇક અનિવાર્ય

આ ભયાનક ભાવ વધારા પાછળ ફિલ્મ વિશ્લેષકો અને નિર્માતાઓનું માનવું છે કે મોટા સુપરસ્ટાર્સ ધરાવતી સાઉથની ફિલ્મોનું મેકિંગ બજેટ હવે ખૂબ જ વધી ગયું છે. એક પેન-ઈન્ડિયા ફિલ્મને ભવ્ય બનાવવા માટે પ્રમોશન અને વીએફએક્સ (VFX) પાછળ સેંકડો કરોડ રૂપિયાનો આર્થિક ખર્ચ કરવામાં આવે છે. આ સંજોગોમાં ફિલ્મ રિલીઝના શરૂઆતના પ્રથમ અઠવાડિયામાં જ (ઓપનિંગ વીકેન્ડ) થિયેટરોમાંથી મહત્તમ રકમ રિકવર કરવી નિર્માતાઓ માટે આર્થિક દ્રષ્ટિએ અત્યન્ટ મહત્વપૂર્ણ બની જાય છે, જેથી પાછળથી પાયરસી કે નેગેટિવ રિવ્યૂના કારણે નુકસાન ન વેઠવું પડે.

દર્શકોની ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ ની દીવાનગી જ બજારમાં ટિકિટના ભાવો વધારવા માટે જવાબદાર

જો કે, મેકર્સ દ્વારા ટિકિટના ભાવ વધારવાના આ ટ્રેન્ડ પાછળ ક્યાંકને ક્યાંક સિનેમાપ્રેમીઓ અને દર્શકોની પોતાની જ એક મોટી ભૂલ જવાબદાર છે. દર્શકોમાં પોતાના મનપસંદ સુપરસ્ટારની ફિલ્મને સૌથી પહેલાં એટલે કે ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ (First Day First Show) જોવાનો જે અતિશય ક્રેઝ અને ક્રેઝી દીવાનગી હોય છે, તે આ મોંઘવારીને પ્રોત્સાહન આપે છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ સેટ કરવા અને સ્પોઈલર્સથી બચવા માટે ચાહકો પહેલા જ દિવસે ગમે તેટલા વધુ પૈસા ખર્ચીને પણ બ્લેકમાં કે મોંઘી ટિકિટ ખરીદવા તૈયાર થઈ જાય છે. ગ્રાહકોની આ જ ભયાનક માંગનો (Demand and Supply) ફાયદો ઉઠાવીને થિયેટર માલિકો અને ડિસ્ટ્રીબ્યુટર્સ ટિકિટના દરોમાં વધારો કરે છે અને સામાન્ય મધ્યમવર્ગીય દર્શકોના ખિસ્સા પર આર્થિક બોજ વધે છે.

👉 આ સમાચાર વાચો:
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ

Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
TMKOC Kush Shah Struggle સ્ટારડમ છોડીને આવી હાલત? ‘તારક મહેતા’ ફેમ કુશ શાહ રસ્તે ભટકતો દેખાયો, લોકોના ઘરે જઈ જમવાનું બનાવવાની આવી નોબત
Exit mobile version