Site icon News Continuous Bureau | Mumbai

Citadel 2 Trailer| એજન્ટ નાદિયા ઇઝ બેક! ‘સિટિડેલ 2’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, પ્રિયંકા ચોપરાનો એક્શન અવતાર ફરી છવાયો

Citadel 2 Trailer| એમેઝોન પ્રાઈમ વીડિયો પર ૬ મે ૨૦૨૬ ના રોજ થશે સ્ટ્રીમિંગ; એક્શન અને સસ્પેન્સથી ભરપૂર આ સિઝનમાં જોવા મળશે નવા ટ્વિસ્ટ.

Citadel 2  Trailer| એજન્ટ નાદિયા ઇઝ બેક! ‘સિટિડેલ 2’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, પ્રિયંકા ચોપરાનો એક્શન અવતાર ફરી છવાયો

Citadel 2 Trailer| એજન્ટ નાદિયા ઇઝ બેક! ‘સિટિડેલ 2’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, પ્રિયંકા ચોપરાનો એક્શન અવતાર ફરી છવાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Citadel 2 Trailer| બોલિવૂડ અને હોલિવૂડની ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસ ફરી એકવાર તેના એક્શન અવતારમાં પરત ફરી છે. એમેઝોન પ્રાઈમ વીડિયોએ તેની અત્યંત લોકપ્રિય અમેરિકન સ્પાય સિરીઝ ‘સિટિડેલ’ (Citadel) ના બીજા સીઝનનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ૨ મિનિટ ૪૨ સેકન્ડના આ ટ્રેલરમાં પ્રિયંકા ચોપરા (એજન્ટ નાદિયા સિંહ) અને રિચર્ડ મેડન (મેસન કેન) એક નવા અને અત્યંત ખતરનાક મિશન પર નીકળતા જોવા મળે છે.

શું છે સિટિડેલ ૨ ની વાર્તા?

બીજી સીઝનની વાર્તા એક દિલધડક જાસૂસી થ્રિલર છે. મેસન કેન, નાદિયા સિંહ અને બર્નાર્ડ ઓર્લિક (સ્ટેનલી ટુચી) ફરી એકવાર એક થયા છે. મૈન્ટિકોર (Manticore) નામના ક્રૂર નેટવર્કે તેમની જૂની એજન્સીનો નાશ કરી દીધો હતો. હવે એક નવું અને મોટું જોખમ સામે આવ્યું છે, જેને રોકવા માટે આ ત્રણેય જણાએ નવા અને કુશળ જાસૂસોની એક અનોખી ટીમ બનાવવી પડશે. આ વખતે દાવ પર માનવતાનું ભવિષ્ય છે, જ્યાં કોઈ પણ મિત્ર દુશ્મન બની શકે છે.

રિલીઝ અને કાસ્ટની વિગતો

‘સિટિડેલ સીઝન 2’ આગામી ૬ મે ૨૦૨૬ ના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. આ સિઝનમાં કુલ ૭ એપિસોડ હશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, પ્રિયંકા, રિચર્ડ અને સ્ટેનલી ઉપરાંત લેસ્લી મેનવિલ, એશ્લે કમિંગ્સ, જેક રેનોર, મેટ બેરી અને ગેબ્રિયલ લિયોન જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં પ્રિયંકાનો ગ્લેમરસ અને એક્શનથી ભરપૂર અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar Movie| આદિત્ય ધરનું નવું સાહસ ‘ધુરંધર’ ના પડદા પાછળનું રહસ્ય હવે થિયેટરમાં! જાણો આ મેકિંગ ફિલ્મમાં શું હશે ખાસ

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version