Site icon News Continuous Bureau | Mumbai

Cocktail 2 A Certificate શાહિદ, રશ્મિકા અને કૃતિની ‘કોકટેલ ૨’ ને મળ્યું ‘A’ સર્ટિફિકેટ ૧૯ જૂને રિલીઝ પહેલાં સેન્સર બોર્ડની મોટી જાહેરાત, એડવાન્સ બુકિંગ શરૂ

Cocktail 2 A Certificate ૧૫૦ મિનિટ લાંબી ફિલ્મમાં જોવા મળશે હાઈવોલ્ટેજ લવ ટ્રાયએંગલ કૃતિ સેનનના ૧૨ વર્ષના કરિયરમાં પ્રથમ એડલ્ટ રેટિંગ ફિલ્મ, હોમી અદજાનિયાએ કર્યું છે ડાયરેક્શન

Cocktail 2 A Certificate  શાહિદ, રશ્મિકા અને કૃતિની ‘કોકટેલ ૨’ ને મળ્યું ‘A’ સર્ટિફિકેટ ૧૯ જૂને રિલીઝ પહેલાં સેન્સર બોર્ડની મોટી જાહેરાત, એડવાન્સ બુકિંગ શરૂ

Cocktail 2 A Certificate શાહિદ, રશ્મિકા અને કૃતિની ‘કોકટેલ ૨’ ને મળ્યું ‘A’ સર્ટિફિકેટ ૧૯ જૂને રિલીઝ પહેલાં સેન્સર બોર્ડની મોટી જાહેરાત, એડવાન્સ બુકિંગ શરૂ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Cocktail 2 A Certificate બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર, નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સુંદર અભિનેત્રી કૃતિ સેનનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કોકટેલ ૨’ (Cocktail 2) આગામી ૧૯ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ યુવા દર્શકોમાં તેના ગીતો અને ટ્રેન્ડિંગ લુકને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સેન્સર બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ફિલ્મને લીલી ઝંડી મળી ગઈ છે. સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક બોલ્ડ અને યુવા કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને તેને ‘A’ (Adults Only) સર્ટિફિકેટ આપ્યું છે, જેનો અર્થ છે કે આ ફિલ્મ માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરના વયસ્કો જ જોઈ શકશે. આ ફિલ્મની ઓફિશિયલ એડવાન્સ બુકિંગ ૧૪ જૂનની મધ્યરાત્રિથી શરૂ કરી દેવામાં આવી છે.

Cocktail 2 A Certificate – ૨ કલાક ૩૦ મિનિટનો છે રનટાઇમ, ત્રણેય મુખ્ય કલાકારો માટે કેમ ખાસ છે આ ફિલ્મ?

‘કોકટેલ ૨’ ફિલ્મનો કુલ રનટાઇમ ૧૫૦ મિનિટ એટલે કે પૂરા ૨ કલાક અને ૩૦ મિનિટ જેટલો લાંબો રાખવામાં આવ્યો છે. આ ફિલ્મ બોલિવૂડના ત્રણેય મુખ્ય કલાકારોના કરિયર માટે અલગ-અલગ રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બોલિવૂડ બ્યુટી કૃતિ સેનનના ૧૨ વર્ષના લાંબા કરિયરમાં આ પ્રથમ એવી ફિલ્મ છે જેને ‘A’ સર્ટિફિકેટ મળ્યું હોય. રશ્મિકા મંદાના આ પહેલા ૨0૨૩ માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ માં જોવા મળી હતી જેને પણ એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું હતું. બીજી તરફ, લીડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) માટે એડલ્ટ ફિલ્મો કોઈ નવી વાત નથી. ‘કમીને’ (૨00૯), ‘ઉડતા પંજાબ’ (૨0૧૬), ‘કબીર સિંહ’ (૨૦૧૯) અને હાલમાં જ રિલીઝ થયેલી ‘ઓ રોમિયો’ (૨0૨૬) પછી શાહિદના કરિયરની આ પાંચમી ‘A’ સર્ટિફિકેટ ધરાવતી ફિલ્મ હશે.

Cocktail 2 A Certificate – ૨૦૧૨ ની ઓરિજિનલ ‘કોકટેલ’ અને સિક્વલ વચ્ચેનો મોટો તફાવત

આ રોમેન્ટિક ફ્રેન્ચાઇઝીનો પ્રથમ ભાગ વર્ષ ૨0૧૨ માં રિલીઝ થયો હતો, જેમાં સેફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડાયના પેન્ટીએ આ જ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ‘કોકટેલ ૨’ ની જેમ જ ઓરિજિનલ પાર્ટનું નિર્દેશન પણ પ્રખ્યાત ડાયરેક્ટર હોમી અદજાનિયાએ જ કર્યું હતું. જો કે, બંને ભાગો વચ્ચે એક મોટો તફાવત એ છે કે ૨0૧૨ ની ઓરિજિનલ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી ‘U/A’ સર્ટિફિકેટ મળ્યું હતું, જે તમામ વર્ગના દર્શકો માટે ફેમિલી એન્ટરટેનર હતી. જ્યારે આ નવી સિક્વલને તેના વધુ પડતા બોલ્ડ અને ગંભીર ડ્રામાને કારણે માત્ર વયસ્કો માટે મર્યાદિત રાખવામાં આવી છે.

Cocktail 2 A Certificate – બે સુંદર છોકરીઓ વચ્ચે ફસાયેલા શાહિદ ખાનનો રોમેન્ટિક ડ્રામા, ૧૯ જૂને બોક્સ ઓફિસ પર ટકરાશે

ફિલ્મની વાર્તા એક રસપ્રદ અને હાઈ-પ્રોફાઈલ લવ ટ્રાયએંગલ (Love Triangle) પર આધારિત છે, જ્યાં શાહિદ કપૂરનું પાત્ર બે સુંદર યુવતીઓ (કૃતિ અને રશ્મિકા) વચ્ચે ફસાયેલું જોવા મળશે અને તેણે પોતાના સાચા પ્રેમની પસંદગી કરવાની રહેશે. તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન રશ્મિકા અને કૃતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. શાહિદ કપૂરે તાજેતરમાં જ તેની અગાઉની ફિલ્મો ‘દેવા’ અને ‘ઓ રોમિયો’ બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા બાદ સ્ક્રિપ્ટ પસંદગીની પ્રક્રિયામાં મોટો બદલાવ કર્યો છે, તેથી આ ફિલ્મથી તેને ભારે આશા છે. આ રોમેન્ટિક મનોરંજક ફિલ્મ ૧૯ જૂને સિનેમાઘરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહી છે.

👉 આ સમાચાર વાચો:
Lagaan 25 Years Celebration કાજોલ અને જુહી ચાવલાએ આમિર ખાનની જોરદાર ખેંચી ટાંગ, કહી દીધી આ મોટી વાત!

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version