Site icon News Continuous Bureau | Mumbai

Cocktail 2 Box Office Records શાહિદ કપૂરનો નવો ઇતિહાસ; જાણો ‘Cocktail 2’ એ પોતાના પહેલા વીકેન્ડમાં કયા ૯ મોટા રેકોર્ડ્સ તોડીને મચાવ્યો તરખાટ

Cocktail 2 Box Office Records શાહિદકૃતિની ફિલ્મે ઓપનિંગ વીકેન્ડમાં જ વર્લ્ડવાઇડ ૭૬ કરોડથી વધુની કમાણી કરી, 'દેવા' અને 'ધ કેરળ સ્ટોરી ૨' ને પાછળ છોડી

Cocktail 2 Box Office Records  શાહિદ કપૂરનો નવો ઇતિહાસ; જાણો 'Cocktail 2' એ પોતાના પહેલા વીકેન્ડમાં કયા ૯ મોટા રેકોર્ડ્સ તોડીને મચાવ્યો તરખાટ

Cocktail 2 Box Office Records શાહિદ કપૂરનો નવો ઇતિહાસ; જાણો 'Cocktail 2' એ પોતાના પહેલા વીકેન્ડમાં કયા ૯ મોટા રેકોર્ડ્સ તોડીને મચાવ્યો તરખાટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Cocktail 2 Box Office Records બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર રોમેન્ટિકકોમેડી ફિલ્મ ‘કૉકટેલ ૨’ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. આ ફિલ્મે અપેક્ષા કરતાં ઘણી સારી ઓપનિંગ મેળવ્યા બાદ ફર્સ્ટ વીકેન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. થિયેટરોમાં રિલીઝના માત્ર ત્રણ જ દિવસમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના ૯ મોટા રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે.

Cocktail 2 Box Office Records – ત્રણ દિવસમાં વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ૭૬.૨૫ કરોડનો બિઝનેસ

બોક્સ ઓફિસના સત્તાવાર આંકડા અનુસાર, રિલીઝના ત્રીજા દિવસે (રવિવારે) ‘કૉકટેલ ૨’ એ ૧૦,૪૬૨ શોઝ દ્વારા ભારતમાં ૧૭.૭૫ કરોડની નેટ કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન ૪૭.૫૦ કરોડ અને કુલ ગ્રોસ કલેક્શન ૫૭.૦૦ કરોડ પર પહોંચી ગયું છે. બીજી તરફ, ઓવરસીઝ એટલે કે વિદેશી માર્કેટમાં ફિલ્મે ત્રીજા દિવસે ૪.૦૦ કરોડનું કલેક્શન કર્યું છે, જેનાથી વિદેશી ગ્રોસ કલેક્શન ૧૯.૨૫ કરોડ થયું છે. આમ, વિશ્વભરમાં આ ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન માત્ર ૩ દિવસમાં ૭૬.૨૫ કરોડના આંકડાને પાર કરી ગયું છે.

Cocktail 2 Box Office Records – કૉકટેલ ૨ ફિલ્મે તોડ્યા આ ૯ મોટા રેકોર્ડ્સ

આ રોમ-કોમ ફિલ્મે પોતાની ધુઆંધાર કમાણીથી બોક્સ ઓફિસ પર નીચે મુજબના રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે: ૧. આ ફિલ્મ વર્ષ ૨૦૨૬ની ચોથી સૌથી મોટી ઓપનિંગ વીકેન્ડ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. ૨. તેણે ‘ઓ રોમિયો’ ફિલ્મના ૩૪.૫૧ કરોડના ઓપનિંગ વીકેન્ડ રેકોર્ડને મ્હાત આપી છે. ૩. શાહિદ કપૂરની વર્ષ ૨૦૨૫ની ફિલ્મ ‘દેવા’ ની લાઇફટાઇમ કમાણી ( ૩૪.૩૭ કરોડ) ને આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં પાછળ છોડી દીધી છે. ૪. વર્લ્ડવાઇડ માર્કેટમાં ‘ધ કેરળ સ્ટોરી ૨’ ના લાઇફટાઇમ કલેક્શન ( ૬૧.૬૫ કરોડ) નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ૫. ફિલ્મે બોક્સ ઓફિસ પર ‘ઇક્ક્વીસ’ ફિલ્મની કુલ કમાણી ( ૪૬.૨૭ કરોડ) ને પણ પાર કરી લીધી છે. ૬. આ ફિલ્મે વર્ષ ૨૦૧૨માં આવેલી પોતાની જ પ્રીક્વલ ફિલ્મ ‘કૉકટેલ’ ના ઓપનિંગ ડે કલેક્શન ( ૧૦.૭૫ કરોડ) નો રેકોર્ડ પહેલા જ દિવસે તોડી નાખ્યો હતો. ૭. વર્ષ ૨૦૨૬ માં બોલિવૂડની કોઈપણ રોમેન્ટિક શૈલીની ફિલ્મ માટે આ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે. ૮. શાહિદ કપૂરના કરિયરની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ સાબિત થઈ છે. ૯. અભિનેત્રી કૃતિ સેનનના કરિયરની આ ૫મી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે અને ટોપ ૧૦ ‘A’ રેટેડ હાઇએસ્ટ ઓપનિંગ ફિલ્મોની યાદીમાં તે ૧૦મા સ્થાને પ્રવેશી છે.

Cocktail 2 Box Office Records – સેફ-દીપિકાની ઓરિજિનલ ફિલ્મની સ્પિરિચ્યુઅલ સિક્વલ

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘કૉકટેલ ૨’ નું નિર્દેશન હોમી અદજાનિયા દ્વારા કરવામાં આવ્યું છે અને તેને મેડોક ફિલ્મ્સ તથા લવ ફિલ્મ્સના બેનર હેઠળ દિનેશ વિજન, પ્રમિતા વિજન અને લવ રંજન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘કૉકટેલ’ ની સ્પિરિચ્યુઅલ સિક્વલ છે, જેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અહેવાલો અનુસાર, આ નવી ફિલ્મ અંદાજે ૧૨૫ કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે અને તેનો જે રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જોતાં ફિલ્મ ટૂંક સમયમાં જ પોતાનો ખર્ચ રિકવર કરી લેશે.

👉 આ સમાચાર વાચો:
Indian Navy Modernization ભારતીય નૌસેનાની તાકાતમાં થશે મોટો વધારો, જુલાઈમાં INS મહેન્દ્રગિરી અને INS માલવણ થશે સામેલ

Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Kangana Ranaut Gen Z U Turn ‘Gen Z’ અંગે કંગના રનૌતનો મોટો ‘યુટર્ન’, નવી પેઢીના વિચારો અને વર્તણૂકને લઈને આપ્યું નવું નિવેદન
Exit mobile version