Site icon News Continuous Bureau | Mumbai

Cocktail 2।થિયેટરમાં આવતા પહેલાં જ ‘કોકટેલ ૨’ સુપરહિટ! શાહિદકૃતિની ફિલ્મે રિલીઝ પહેલાં કેવી રીતે કરી કરોડોની કમાણી?

Cocktail 2।હોમી અદજાનિયાના ડિરેક્શનમાં બનેલી રોમેન્ટિક ફિલ્મે રાઇટ્સ વેચીને ૭૫ કરોડ કમાયા, લેસ્બિયન લવ સ્ટોરીની અફવાઓ પર કૃતિ સેનને આપ્યો સચોટ જવાબ.

Cocktail 2।થિયેટરમાં આવતા પહેલાં જ ‘કોકટેલ ૨’ સુપરહિટ! શાહિદકૃતિની ફિલ્મે રિલીઝ પહેલાં કેવી રીતે કરી કરોડોની કમાણી?

Cocktail 2।થિયેટરમાં આવતા પહેલાં જ ‘કોકટેલ ૨’ સુપરહિટ! શાહિદકૃતિની ફિલ્મે રિલીઝ પહેલાં કેવી રીતે કરી કરોડોની કમાણી?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Cocktail 2। બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર, કૃતિ સેનન અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના ની આગામી મોસ્ટ અવેટેડ રોમેન્ટિક ફિલ્મ ‘કૉકટેલ ૨’ (Cocktail 2) આ મહિનાની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. વર્ષ ૨૦૧૨ માં બોક્સ ઓફિસ પર સુપરહિટ રહેલી સેફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘કૉકટેલ’ ની આ સત્તાવાર સીક્વલ છે. હાલમાં જ મુંબઈમાં એક ભવ્ય ઇવેન્ટ દરમિયાન આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેને સોશિયલ મીડિયા પર ફેન્સ તરફથી શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. આ દરમિયાન સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે આ ફિલ્મે આગામી ૧૯ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થતાં પહેલાં જ પોતાના કુલ બજેટના ૫૦ ટકા જેટલી માતબર રકમ વસૂલ કરી લીધી છે.

આશરે ૧૫૦ કરોડનું છે ભવ્ય બજેટ

એક ન્યુઝ પોર્ટલ ના સત્તાવાર અહેવાલ અનુસાર, ‘કૉકટેલ ૨’ ને હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોંઘી રોમેન્ટિક ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. ફિલ્મનું કુલ પ્રોડક્શન બજેટ અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા છે. જેમાં ફિલ્મ નિર્માણનો શૂટિંગ ખર્ચ ૯૫ કરોડ રૂપિયા છે, જ્યારે શાહિદ, કૃતિ અને રશ્મિકાની એક્ટિંગ ફી મળીને આશરે ૩૫ કરોડ રૂપિયા થાય છે. આ સિવાય પ્રમોશન અને માર્કેટિંગ (જાહેરાતો) પાછળ ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મે થિયેટ્રિકલ, ડિજિટલ (OTT) અને મ્યુઝિકલ રાઇટ્સ અગાઉથી જ વેચીને રિલીઝ પહેલાં જ ૫૦% એટલે કે અંદાજે ૭૫,००,००,००૦ (૭૫ કરોડ) રૂપિયાની બમ્પર કમાણી કરી લીધી છે, જેનાથી મેકર્સ સેફ ઝોનમાં આવી ગયા છે.

મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ માત્ર ૭૦ દિવસમાં શૂટિંગ પૂર્ણ, ભવ્ય લોકેશન્સ પર ભાર મૂકાયો

આ ફિલ્મના મુખ્ય નિર્માતા દિનેશ વિજન છે, જેમણે મેડોક ફિલ્મ્સના (Maddock Films) બેનર હેઠળ આ પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે ખૂબ જ ભવ્ય સ્કેલ પર તૈયાર કર્યો છે. ફિલ્મનું શૂટિંગ દુનિયાભરના અત્યંત સુંદર પહાડી અને દરિયાઈ લોકેશન્સ પર માત્ર ૭૦ દિવસના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. દર્શકોને મોટા પડદા (સિનેમાઘરો) પર એક અદભુત વિઝ્યુઅલ અનુભવ આપવા માટે ફિલ્મના આલીશાન સેટ્સ, સુપરહિટ મ્યુઝિક અને કલાકારોના મોંઘા સ્ટાઇલિંગ સ્ટેટમેન્ટ પર બહુ મોટો આર્થિક ખર્ચ કરવામાં આવ્યો છે.

લેસ્બિયન લવ સ્ટોરીની અફવાઓ પર ટીમનો મોટો ખુલાસો

ટ્રેલર લોન્ચ થયા બાદ સોશિયલ મીડિયા પર એવી જોરદાર અફવાઓ ઉડી હતી કે ફિલ્મની વાર્તામાં કૃતિ સેનન અને રશ્મિકા મંદાના વચ્ચે લેસ્બિયન (સમલૈંગિક) પ્રેમ કહાની દર્શાવવામાં આવી છે. ટ્રેલર લોન્ચની પ્રેસ કોન્ફરન્સમાં કૃતિ સેનને આ અફવાઓ પર ખુલીને વાત કરતાં જણાવ્યું કે, “આ બહુ દુઃખની વાત છે કે જો બે છોકરાઓ સાથે ફરે તો લોકો તેમને પાકા મિત્ર કહે છે, પરંતુ જો બે છોકરીઓ સાથે જોવા મળે તો લોકો એ સ્વીકારવા તૈયાર જ નથી થતા કે તેઓ માત્ર સારી સહેલીઓ પણ હોઈ શકે છે.” ડિરેક્ટર હોમી અદજાનિયાએ સ્પષ્ટ કર્યું કે શૂટિંગ દરમિયાન કૃતિ અને રશ્મિકા બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ હતી અને સેટ પર મજાકમાં ઉડેલી એક વાતને સોશિયલ મીડિયા પર ખોટો વળાંક અપાયો હતો. આ ફિલ્મ ૧૯ જૂને થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.

👉 આ સમાચાર વાચો:
Akshay Kumar| અક્ષય કુમારની બમ્પર કમાણી! મુંબઈના ૨ લક્ઝુરિયસ ફ્લેટ વેચીને મેળવ્યો કરોડોનો નફો, આંકડો જાણીને ચોંકી જશો

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version