Site icon News Continuous Bureau | Mumbai

‘Cocktail 2’ Trailer।શાહિદ કપૂરની ‘કૉકટેલ ૨’ માં જોવા મળશે જબરદસ્ત સસ્પેન્સ; દોસ્તી અને પ્રેમ વચ્ચે ફસાયેલી સ્ટોરીનું ટ્રેલર વાયરલ

'Cocktail 2' Trailer। વર્ષ 2012ની હિટ ફિલ્મ 'કૉકટેલ'ની આ સિક્વલમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં ચમકશે, 19 જૂને થિયેટરોમાં આવશે.

'Cocktail 2' Trailer।શાહિદ કપૂરની ‘કૉકટેલ ૨’ માં જોવા મળશે જબરદસ્ત સસ્પેન્સ; દોસ્તી અને પ્રેમ વચ્ચે ફસાયેલી સ્ટોરીનું ટ્રેલર વાયરલ

'Cocktail 2' Trailer।શાહિદ કપૂરની ‘કૉકટેલ ૨’ માં જોવા મળશે જબરદસ્ત સસ્પેન્સ; દોસ્તી અને પ્રેમ વચ્ચે ફસાયેલી સ્ટોરીનું ટ્રેલર વાયરલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

‘Cocktail 2’ Trailer। બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર ની મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ ‘કૉકટેલ 2’ નું લેટેસ્ટ ટ્રેલર મેકર્સ દ્વારા સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2012માં ડિરેક્ટર હોમી અદાજાનિયા ત્રણ મિત્રોની રોમાંચક અને રોમેન્ટિક વાર્તા આધારિત ફિલ્મ ‘કૉકટેલ’ લાવ્યા હતા, જેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે આશરે 14 વર્ષ પછી આ સુપરહિટ ફિલ્મની સિક્વલ આવી રહી છે, જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાએ અનુક્રમે સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીને રિપ્લેસ કર્યા છે. આ ટ્રેલર ભારે કન્ફ્યુઝન અને સસ્પેન્સથી ભરેલું છે.

ટ્રેલર લોન્ચ થતાં જ સિનેપ્રેમીઓનો ઉત્સાહ વધ્યો

લાંબા સમયથી અભિનેતા શાહિદ કપૂરનું નામ આ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં હતું. ફિલ્મના ગીતો અને ટીઝર જોઈને જ સિનેપ્રેમીઓની ઉત્તેજના પહેલેથી જ ખૂબ વધારે હતી, જેમાં હવે આ દમદાર ટ્રેલરે ઓર વધારો કર્યો છે. ‘કૉકટેલ 2’ ના પ્રોડક્શન હાઉસ મેડૉક ફિલ્મ્સ એ પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ ટ્રેલર લોન્ચ કર્યું છે. ટ્રેલરમાં ત્રણ મિત્રોની વાર્તા બતાવવામાં આવી છે, જેમાં કુણાલ (શાહિદ કપૂર), એલી (કૃતિ સેનન) અને દીયા (રશ્મિકા મંદાના) ના પાત્રો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

લવ ટ્રાયન્ગલની વચ્ચે વાર્તામાં મોટો ટ્વિસ્ટ, બે છોકરીઓ વચ્ચે પ્રેમ હોવાનો સસ્પેન્સ

ટ્રેલરની શરૂઆત જોતા જ તમને લાગશે કે આ જૂની ફિલ્મની જેમ જ એક સામાન્ય લવ ટ્રાયન્ગલ વાળી સ્ટોરી છે, જેવી પહેલા ભાગમાં દર્શાવવામાં આવી હતી. પરંતુ, ટ્રેલરના કેટલાક સીન્સ મોટો સસ્પેન્સ ક્રિએટ કરે છે અને વાર્તાને એક તદ્દન અલગ એન્ગલ તરફ શિફ્ટ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ફિલ્મમાં પરંપરાગત વાર્તાથી હટીને બે છોકરીઓ એકબીજાના પ્રેમમાં પડતી હોય તેવો નવો વળાંક દર્શાવવામાં આવી શકે છે. જોકે, ફિલ્મની અસલી વાર્તા અને રહસ્ય શું છે, તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

આગામી 19 જૂન 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે શાહિદ કપૂરની આ ફિલ્મ

‘કૉકટેલ 2’ નું શાનદાર અને મનોરંજક ટ્રેલર જોયા પછી ચાહકો હવે આ મૂવીની રિલીઝ માટે ભારે આતુર દેખાઈ રહ્યા છે. આ ફિલ્ની સત્તાવાર રિલીઝ ડેટની વાત કરીએ તો, તે 19 જૂન 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. શાહિદ કપૂરની છેલ્લી ફિલ્મ ‘ઓ રોમિયો’ કોમર્શિયલ રીતે બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરવામાં નિષ્ફળ રહી હતી, તેથી શાહિદના કરિયર માટે આ સિક્વલ ફિલ્મ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગરમીની રજાઓમાં દર્શકોને આ ફિલ્મમાં રોમાન્સ, ડ્રામા અને કોમેડીનો જબરદસ્ત તડકો જોવા મળશે.

👉 આ સમાચાર વાચો:
Lalit Modi on Sushmita Sen|”હું માત્ર તેના પૈસે જલસા કરતો…” સુષ્મિતા સેન સાથેના સંબંધો પર લલિત મોદીના નિવેદનથી મચી સનસની! ‘

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version