Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Singh: ‘કાંતારા’ ફિલ્મના સીનની નકલ ઉતારવી રણવીર સિંહ ને પડી ભારે, અભિનેતા વિરૃદ્ધ નોંધાઈ ફરિયાદ

Ranveer Singh: અભિનેતાએ 'કાંતારા' ફિલ્મના દૈવ સીનને 'ભૂત' કહીને તેની નકલ ઉતારી હતી, જેના કારણે તુલુ સમુદાયની ધાર્મિક ભાવનાઓ આહત થવાનો આરોપ લાગ્યો.

Complaint Filed Against Ranveer Singh for Hurting Religious Sentiments by Mimicking 'Kantara' Daiva Scene

Complaint Filed Against Ranveer Singh for Hurting Religious Sentiments by Mimicking 'Kantara' Daiva Scene

News Continuous Bureau | Mumbai

Ranveer Singh: રણવીર સિંહ વિવાદોમાં છે. ફિલ્મ ‘કાંતારા’માં દૈવના સીનની નકલ ઉતારવાને કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો છે, અને હવે તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. બેંગલુરુ સ્થિત એક વકીલે હાઇ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં રણવીર સિંહ પર ફિલ્મ ‘કાંતારા’માં બતાવેલી પરંપરાગત તુલુ પૂજાની પ્રથાનું અપમાન કરવાનો આરોપ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh: ‘કાંતારા’ વિવાદ પર રણવીર સિંહે માફી માંગી, વિવાદિત નિવેદન પર પસ્તાવો વ્યક્ત કર્યો

રણવીર સિંહ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

વકીલે નોંધાવેલી ફરિયાદ મુજબ, અભિનેતાએ કથિત રીતે પંજુરલી/ગુલિગા દૈવની નકલ ઉતારી. વકીલનો દાવો છે કે આ પર્ફોર્મન્સ અશ્લીલ અને અપમાનજનક હતું, જેનાથી હિંદુ ધાર્મિક ભાવનાઓને, ખાસ કરીને તુલુ બોલતા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. મીડિયા રિપોર્ટ મુજબ, હિન્દુ જનજાગૃતિ સમિતિએ રણવીર સિંહ વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાવી હતી. આ આરોપ હતો કે રણવીરે ગોવામાં આયોજિત ૫૬મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સમાપન સમારોહ દરમિયાન ચામુંડા દેવીનું અપમાન કર્યું હતું અને દૈવના દિવ્ય રૂપની નકલ ઉતારી તેને “મહિલા ભૂત” કહ્યું હતું.


ગોવામાં આયોજિત આઈએફએફઆઈના સમાપન સમારોહમાં રણવીર સિંહે ઋષભ શેટ્ટીની ખૂબ પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેણે ઋષભની ફિલ્મ ‘કાંતારાના’ દૈવ સીનની નકલ ઉતારી અને દૈવને ‘ભૂત’ કહ્યું. ત્યારથી જ તે વિવાદોમાં ઘેરાઈ ગયો છે.વિવાદ વધતો જોઈ રણવીર સિંહે માફી પણ માંગી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version