Site icon News Continuous Bureau | Mumbai

વિકી કૌશલ મુશ્કેલીમાં મુકાયો,ઈન્દોરમાં અભિનેતા સામે થઈ પોલીસ ફરિયાદ, લાગ્યો આ આરોપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર

વિકી કૌશલ અને સારા અલી ખાન હાલમાં મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનો તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.લક્ષ્મણ ઉતેકરની રોમેન્ટિક કોમેડીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ઈન્દોરમાં રહેતા એક વ્યક્તિએ વિકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી એ કહ્યું, “ફિલ્મ સિક્વન્સમાં વપરાયેલ વાહન નંબર મારો છે; ખબર નથી કે ફિલ્મ યુનિટને આની જાણ છે કે નહીં… તે ગેરકાયદેસર છે, પરવાનગી વિના મારી નંબર પ્લેટનો ઉપયોગ કરી શકતો નથી.મેં સ્ટેશન પર મેમોરેન્ડમ આપ્યું છે. આ મામલે કાર્યવાહી થવી જોઈએ."બાણગંગાના SI એ ન્યૂઝ એજન્સી ને જણાવ્યું કે, “અમને વિકી કૌશલ વિરુદ્ધ ફરિયાદ મળી છે. આ મામલાની તપાસ કરવામાં આવશે અને તે જોવામાં આવશે કે નંબર પ્લેટનો દુરુપયોગ થયો છે કે કેમ.મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો ફિલ્મ યુનિટ ઈન્દોરમાં છે તો તેમની પણ તપાસ કરવામાં આવશે.અહેવાલ મુજબ, વિકી કૌશલ તેની કો-એક્ટર સારા અલી ખાન સાથે તેની આગામી ફિલ્મ માટે ઈન્દોરના રસ્તાઓ પર બાઇક ચલાવતો જોવા મળ્યો હતો તે પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સોહેલ ખાનના સાળાને નહિ હવે આ વ્યક્તિને ડેટ કરી રહેલી સોનાક્ષી સિન્હા; જાણો વિગત

વિકી કૌશલ અને સારા અલી ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી જ્યારે કલાકારો તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે ઈન્દોરની શેરીઓમાં જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ  કે ફિલ્મની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. ટાઈટલ પણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version