Site icon

અમિતાભ બચ્ચન સહિત આ 7 હસ્તીઓ વિરુદ્દ બિહારમાં નોંધાઈ ફરિયાદ, જાણો શા માટે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 નવેમ્બર 2020 

બિહારના સિકંદરપુરમાં રહેતા એક શખ્સે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ સીજેએમ કોર્ટમાં નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતા અમિતાભ બચ્ચન, એક ટીવી ક્વિઝ શોના ડાયરેક્ટર અરુણેશ કુમાર, રાહુલ વર્મા, ટીવી ચેનલના પ્રમુખ મનજીતસિંહ, સીઈઓ એનપી સિંહ તેમજ સ્પર્ધક વિલ્સન સહિત સાત લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ પર આગામી સુનાવણી માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.  આ તમામ પર આરોપ છે કે શો દરમિયાન સ્પર્ધકને ધર્મશાસ્ત્રથી સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પ્રશ્ન અને વિકલ્પમાં આપેલા જવાબો વાંધાજનક હતા. આથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. 

 

ઉલ્લેખનીય છે કે ગઈકાલે (ગુરુવારે) એડીજે વનની કોર્ટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યાના કાવતરાના આરોપ હેઠળ દાખલ કરેલા રિવિઝન કેસ પર સુનાવણી કરવામાં આવી હતી.  દરમિયાન આરોપી ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, ભૂષણ કુમાર તેમજ સાજિદ નડિયાદવાલાના વકીલ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ભણસાલી દ્વારા વકીલ સરોજ કુમાર અને બાકીના ત્રણેય ફિલ્મ નિર્માતાઓ તરફથી પ્રિયરંજન ઉર્ફે અન્નુ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ભણસાલી તરફથી પહેલી વખત તેમના વકીલ હાજર રહ્યા હતા. કોર્ટે આગામી સુનાવણી માટે 9 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.  

આપને જણાવી દઈએ કે ગત 14 ઓગસ્ટના રોજ એડવોકેટ સુધીરકુમાર ઓઝાએ સલમાન સહિત આઠ ફિલ્મ હસ્તીઓ વિરુદ્ધ જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રીવીઝન કેસ દાખલ કર્યો હતો. આ અગાઉ જુલાઈમાં સીજેએમ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. 

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version