Site icon

આલિયા ભટ્ટની પ્રેગ્નન્સી પર કોન્ડોમ કંપનીનું ટ્વીટ થયું વાયરલ – લખી આ ફની વાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ના પાવર કપલ તરીકે ઓળખાતા  આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે લગ્ન (Alia Ranbir marriage)ના બંધન માં બંધાયા હતા. હવે નવા સમાચાર એ છે કે આલિયા ભટ્ટ માતા બનવા જઈ રહી છે અને રણબીર કપૂર પિતા બનવા જઈ(parents) રહ્યો છે. આલિયા ભટ્ટે પોતે આ અંગેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર બે ફોટા શેર કર્યો હતા, જેમાં તે અને તેનો પતિ રણબીર કપૂર જોવા મળી રહ્યો હતો. આ તસવીરમાં દેખાઈ રહ્યું હતું  કે બંને ડોક્ટરને (doctor visit)મળવા ગયા હતા.

Join Our WhatsApp Community

શેર કરેલી તસવીરમાં આલિયા ભટ્ટ બેડ પર પડેલી અને અલ્ટ્રાસાઉન્ડ મશીનની (ultrasound machine)સ્ક્રીન તરફ જોઈ રહી છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું, 'અમારું બાળક, જલ્દી આવી રહ્યું છે.' આ સાથે જ સોશિયલ મીડિયા પર અભિનંદનનો(congratulations) દોર શરૂ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ રણબીર અને આલિયાને સતત અભિનંદન સંદેશ મોકલી રહ્યા છે. આ ક્રમમાં, કોન્ડોમ કંપની ડ્યુરેક્સનું (Durex tweet)એક ટ્વિટ હેડલાઇન્સ બનાવી રહ્યું છે. ડ્યુરેક્સે પણ ફની પોસ્ટ કરીને રણબીર-આલિયાને અભિનંદન પાઠવ્યા છે.કોન્ડોમ કંપની(condom company) ડ્યુરેક્સે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને ટ્વીટ પર એક ફની પોસ્ટમાં લખ્યું, 'મહેફિલ મેં તેરી, હમ તો ક્લિયરલી નહીં થે .' આ ફની પોસ્ટ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે રણબીર-આલિયાના લગ્ન સમયે ડ્યુરેક્સે એક ફની પોસ્ટ(funny post) કરીને કપલને અલગ જ રીતે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ડ્યુરેક્સે પોસ્ટ કર્યું, 'ડિયર રણબીર અને આલિયા.. મહેફિલ મેં તેરે, હમ ના રહે જો, ફન તો નહીં હૈ.' આ પોસ્ટ સામે આવ્યા બાદ લોકોએ કોન્ડોમ કંપનીની અભિનંદન શૈલીના વખાણ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : રણબીર કપૂર ભૂતપૂર્વ પ્રેમિકા દીપિકા પાદુકોણ સાથે બનાવશે જોડી – આ પ્રોજેક્ટમાં આવશે નજર

નોંધનીય છે કે આલિયા અને રણબીરે 14 એપ્રિલના રોજ બાંદ્રા(Bandra) સ્થિત રણબીરના ઘરે ગુપ્ત લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. હાલમાં જ ફિલ્મ 'શમશેરા'ના પ્રમોશન (Shamshera promotion)દરમિયાન રણબીર કપૂરે આલિયાની પ્રેગ્નન્સી વિશે હિંટ(pregnancy hint) આપી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે લગ્ન પછી તે વધુ કેટલું કામ કરશે? આના પર તેણે કહ્યું હતું કે, 'મારે હવે ઘણું કામ કરવું પડશે, પરિવાર બનાવવાનો છે, તેમના માટે કામ કરવું પડશે. અગાઉ હું મારા માટે કામ કરતો હતો. હવે હું ઘણું કામ કરીશ.'

 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version