Site icon

મિસ વર્લ્ડ 2021માં કોરોના નો પગપેસારો , ઈવેન્ટના ઘણા ઉમેદવારો સહિત આટલા લોકો આવ્યા પોઝિટિવ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મિસ વર્લ્ડ 2021 ચારે બાજુએ છવાયેલું છે . ખાસ કરીને ભારતમાં આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. ભારતે હાલમાં જ એક મોટી સ્પર્ધામાં જીતનો સ્વાદ ચાખ્યો છે. હરનાઝ સંધુ મિસ યુનિવર્સ 2021ની વિજેતા બન્યા બાદ હવે મિસ વર્લ્ડ ઈવેન્ટમાં દેશને માનસી વારાણસી પાસેથી આશાઓ છે.હાલમાં આ મોટી ઇવેન્ટ માંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ ઇવેન્ટ માં કોરોનાનો પ્રવેશ થયો છે. ઘણા ઉમેદવારો અને ઘણા કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ છે.મિસ વર્લ્ડ 2021 આ વખતે પ્યુર્ટો રિકોમાં યોજાઈ છે. ત્યાંના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે લગભગ 17 ઉમેદવારો અને કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમ કે પ્યુર્ટો રિકો ના અખબાર દ્વારા 16 ડિસેમ્બરે એક ન્યૂઝ એજન્સી  દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. એજન્સીના પ્રવક્તા એ જણાવ્યું કે મિસ વર્લ્ડમાં 17 કેસ પોઝિટિવ છે. ગઈકાલે 7 કેસ નોંધાયા હતા પરંતુ હવે કેસ વધીને 17 થઈ ગયા છે.

એજન્સીના પ્રવક્તા એ ખાતરી આપી છે કે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત હતા તેમને પણ રસી આપવામાં આવી રહી છે. કોઈ પણ સ્પર્ધક એવી હાલતમાં નહોતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. કેટલાકને ખૂબ જ સૂક્ષ્મ  લક્ષણોનો અનુભવ થયો છે. મિસ વર્લ્ડ સ્પર્ધકો જે કોરોના પોઝિટિવ છે તેમને 10 દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

'મારું ઘર કોવિડ 19 નું હોટસ્પોટ નથી', નારાજ કરણ જોહરે 'કોરોના પાર્ટી' પર આપી આ પ્રતિક્રિયા

દરમિયાન, મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ એ જાહેરાત કરી છે કે કોરોનાથી પ્રભાવિત સ્પર્ધકોને પેજન્ટ સ્ટેજમાં જવાની મંજૂરી નથી. જ્યાં સુધી તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ ન આવે. જોકે તે મિસ વર્લ્ડની રેસમાં રહેશે.આ સ્થિતિને જોતા જજે એક નવી રણનીતિ અપનાવી છે અને સ્પર્ધકો માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે જેથી તેઓ આ વાયરસથી પ્રભાવિત હોવાને કારણે તેમના સપના અધૂરા ન રહે. ન્યાયાધીશો તેમના પ્રી-રેકોર્ડ કરેલા વીડિયો પણ જોશે અને પછી તેમનો અંતિમ નિર્ણય લેતા પહેલા નિર્ણય લેશે.

Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Disha Patani Bareilly Home: દિશા પટની ના બરેલી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ, ધમકી આપનાર ગેંગે કહ્યું – “આ તો ટ્રેલર છે”, જાણો સમગ્ર મામલો
Exit mobile version