Site icon News Continuous Bureau | Mumbai

ઐશ્વર્યા રાયની ખૂબસૂરતીનો જાદુ આજે પણ બરકરાર, ડબ્બુ રત્નાનીના કૅલેન્ડર 2021માં ફેન્સે કરી આ કમેન્ટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બૉલિવુડની ઍક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને આજે પણ પોતાની ખૂબસૂરતીથી લોકોને પોતાના દીવાના કરી દીધા છે. ઐશ્વર્યા રાયની ખૂબસૂરતીનો જાદુ આજે પણ બરકરાર છે. હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર વાયરલ થઈ છે, જે સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ  રત્નાનીએ પોતાના 2021ના કૅલેન્ડર માટે ક્લિક કરી છે. આ તસવીરમાં ઐશ્વર્યા રાય અદ્ભુત લાગી રહી છે, જે તેના ફેન્સને બહુ ગમી ગઈ છે. આ ફોટામાં ઐશ્વર્યા રાયે ટૉપની સાથે જૅકેટ પહેર્યું છે એની સાથે વેવી હેર સ્ટાઇલ તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી દે છે. ડબુ રત્નાનીએ ઐશ્વર્યાનો ફોટો શૅર કરીને લખ્યું છે કે ‘'When You Possess Light Within, You See It Externally. Absolutely Radiant Aishwarya Rai Bachchan.' આ ફોટા પર ઐશ્વર્યાના ફેન્સ ‘બ્યુટિફુલ’, ‘સ્ટનિંગ’, અને ‘ગોર્જિયસ’ જેવી કૉમેન્ટો કરી રહ્યા છે.

પતિ અભિષેક બચ્ચન કરતાં પણ વધારે ધનવાન છે ઐશ્વર્યા રાય બચ્ચન, અધધધ આટલા કરોડની છે માલિક, જાણો વિગત

બૉલિવુડની સૌથી ખૂબસૂરત ઍક્ટ્રેસમાંની એક ઐશ્વર્યા રાય પોતાની ખૂબસૂરતી અને ઍક્ટિંગની સાથે-સાથે તેની સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૯.૫ મિલિયન ફોલોઅર્સ છે. વધુમાં જણાવવાનું કે કેટલાક દિવસ પહેલાં ઐશ્વર્યા રાયનો અભિષેક તથા પુત્રી આરાધ્યા સાથે એક ફોટો વાયરલ થયો હતો. એ પછી લોકોએ એવું અનુમાન લગાવ્યું હતું કે ઐશ્વર્યા બીજી વાર માતા બનવા જઈ રહી છે.

 

Shraddha Kapoor Eetha Trailer Release શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ની ટ્રેલર રિલીઝ ડેટ આવી સામે, વિઠાબાઈની બાયોપિકને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ
AR Rahman Ramayana Song Controversy ‘રામાયણ’ના ‘મંગલ રંગ’ ગીતના ટ્રોલિંગ પર એ. આર. રહેમાનનો જવાબ, હાન્સ ઝિમર સાથેના સહયોગ પર કર્યો મોટો ખુલાસો
Shah Rukh Khan King Movie Poster શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’નું દમદાર પોસ્ટર રિલીઝ, ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં થશે ધમાકો
Randhir Kapoor Health Update રણધીર કપૂર આ ગંભીર બીમારીનો કરી રહ્યા છે સામનો, પુત્રી કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો
Exit mobile version