Site icon

Dalip tahil: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દલીપ તાહિલ ને આ મામલે થઇ 2 મહિનાની જેલની સજા, જાણો સમગ્ર મામલો

Dalip tahil: બોલિવૂડ અભિનેતા દલીપ તાહિલ ને લઇ ને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.અભિનેતા દલીપ તાહિલને નશામાં ડ્રાઈવિંગ ના (ડ્રિન્ક એન્ડ ડ્રાઈવિંગ) કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ મામલો 5 વર્ષ જૂનો છે.

dalip tahil gets 2 months jail for drunk driving case

dalip tahil gets 2 months jail for drunk driving case

News Continuous Bureau | Mumbai

Dalip tahil:  દલીપ તાહિલ ફિલ્મ ઉદ્યોગમાં તેમની નકારાત્મક ભૂમિકાઓ માટે જાણીતા છે. દલીપ તાહિલ 90ના દાયકાના પ્રખ્યાત અભિનેતાઓમાંના એક છે. હવે પીઢ અભિનેતા દલીપ તાહિલને લઈને ચોંકાવનરા સમાચાર સામે આવ્યા છે જેના કારણે, અભિનેતા સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે. સમાચાર છે કે 65 વર્ષીય અભિનેતા દલીપ તાહિલને બે મહિનાની જેલની સજા ની સાથે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસ 5 વર્ષ જૂનો છે અને હવે આ કેસ નો ચુકાદો આવ્યો છે. 

Join Our WhatsApp Community

 

2018 માં દલીપ તાહિલ વિરૃદ્ધ નોંધાયો હતો કેસ 

આ કિસ્સો 2018નો છે. દલીપ તાહિલ વિરુદ્ધ દારૂ પીને ડ્રાઇવિંગ કરવાના કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. નશામાં ડ્રાઇવિંગ કરવા અને તેની કાર સાથે ઓટોરિક્ષાને ટક્કર મારવા બદલ દિલીપ તાહિલ ની ધરપકડ પણ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઓટોમાં મુસાફરી કરી રહેલ એક યુવતીને ઈજા થઈ હતી. આ અકસ્માતનો ભોગ બનેલા લોકોએ અભિનેતા વિરુદ્ધ FIR નોંધાવી હતી. અભિનેતા પર પીડિતો સાથે ઝપાઝપી કરવાનો પણ આરોપ હતો. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ અભિનેતાની મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં અભિનેતાને જામીન પર છોડવામાં આવ્યો હતો.આ કેસમાં દલીપ તાહિલને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે આ કેસના નવા નિર્ણય મુજબ દલિપને 2 મહિના જેલમાં રહેવું પડશે. પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય લીધો છે.

દલિપ તાહિલ નું નિવેદન 

આ કેસમાં આપવામાં આવનારી સજા અંગે નિવેદન આપતા દલિપે કહ્યું- ‘હું જજનું સન્માન કરું છું. મેજિસ્ટ્રેટ કોર્ટમાં લેવાયેલા નિર્ણયને હું સ્વીકારું છું. પરંતુ અમે સમગ્ર નિર્ણયને પડકારવા જઈ રહ્યા છીએ, હું આ અંગે હાઈકોર્ટમાં અપીલ કરીશ. આ કેસને સસ્પેન્ડ કરી શકાયો હોત, પરંતુ એવું કરવામાં નહોતું આવ્યું. અને સૌથી અગત્યની વાત એ છે કે હું કહેવા માંગુ છું કે આ અકસ્માતમાં મહિલાને ખૂબ જ નાની-મોટી ઈજાઓ થઈ હતી. મેં કોઈને ઈજા પહોંચાડી નથી.’ તમને જણાવી દઈએ કે દલીપ તાહિલને 2 મહિનાની જેલની સજા ઉપરાંત 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તદુપરાંત કોર્ટે ઇજાગ્રસ્ત મહિલાને 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 માં ભાગ લેવો સના રઈસ ખાન ને પડ્યો ભારે, આર્યન ખાન ની વકીલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version