Site icon

બસ છેલ્લી વાર : ડેનિયલ ક્રેગ રેડ કાર્પેટ પર જેમ્સ બૉન્ડ તરીકે ચાલશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

હૉલિવુડની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી જેમ્સ બૉન્ડની ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઇ'નો મંગળવારે લંડનમાં વર્લ્ડ પ્રીમિયર હતો. આ દરમિયાન અભિનેતા ડેનિયલ ક્રેગ છેલ્લી વખત જેમ્સ બૉન્ડના અવતારમાં રેડ કાર્પેટ પર ચાલ્યો હતો. ડેનિયલ નો ટાઇમ ટુ ડાઇમાં છેલ્લી વખત જેમ્સ બૉન્ડની ભૂમિકામાં જોવા મળશે અને એ પછી તેણે આ પાત્રમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. આ ફિલ્મ ભારતમાં 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2006માં ડેનિયલ ફિલ્મ કેસિનો રૉયલમાં ડિટેક્ટિવ જેમ્સ બૉન્ડની ભૂમિકામાં દેખાયો હતો. એ ક્વોન્ટમ ઓફ સોલેસ’, ‘સ્કાયફૉલઅને સ્પેક્ટરમાં પણ દેખાયો છે. નોંધપાત્ર વાત એ છે કે જ્યાં કોરોનાને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ સ્થગિત કરવામાં આવી હતી, ત્યાં નો ટાઇમ ટુ ડાઇપણ સામેલ છે. આ ફિલ્મ અગાઉ એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ એ પછી રિલીઝની તારીખોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે નવો જેમ્સ બૉન્ડ એક અભિનેતા નહીં, પણ એક અભિનેત્રી લશ્ના લિંચ દર્શકોની સામે હશે.

જાણો બોલીવૂડની બિગ બજેટ એવી 4 ફિલ્મો વિશે, જેણે લખલૂટ ખર્ચ કર્યા અને ફિલ્મ ભપ્પ થઈ ગઈ.

જેમ કે 'નો ટાઇમ ટુ ડાઇ' ફિલ્મ ડેનિયલ ક્રેગની જેમ્સ બૉન્ડ શ્રેણીની અંતિમ ફિલ્મ હશે. નિર્માતા બાર્બરા બ્રોકોલીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ શ્રેણીના ચાહકો જે પ્રકારની આશા રાખી રહ્યા છે, ડેનિયલ ક્રેગ તરીકે જેમ્સ બૉન્ડનો અંત આ ફિલ્મમાં મહાન બનશે. OTT પર આ ફિલ્મ રિલીઝ થયાના અહેવાલો પણ હતા, પરંતુ મેકર્સે સ્પષ્ટપણે કહ્યું છે કે જેમ્સ બૉન્ડ સિરીઝની કોઈ ફિલ્મ વેચાણ માટે નથી. આ ફિલ્મ સિનેમાઘરોમાં જ રિલીઝ થશે.

Tara Sutaria and Veer Pahariya: બોલિવૂડમાં વધુ એક બ્રેકઅપ! શું તારા સુતારિયા અને વીર પહાડીયા ના સંબંધોમાં પડી તિરાડ? કારણ જાણી ફેન્સ થયા હેરાન
The Raja Saab Box Office: બોક્સ ઓફિસ પર ‘રાજા સાબ’ ની સુનામી: એડવાન્સ બુકિંગમાં પ્રભાસે ‘ધુરંધર’ ને પછાડી, પહેલા જ દિવસે તોડશે અનેક રેકોર્ડ
De De Pyaar De 2 OTT Release: ‘દે દે પ્યાર દે 2’ OTT પર મચાવશે ધમાલ: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે અજય દેવગન-રકુલ પ્રીતની ફિલ્મ
Vicky-Katrina Son Connection With Uri: વિહાન અને ‘ઉરી’ વચ્ચે છે આ અતૂટ સંબંધ! ડાયરેક્ટર આદિત્ય ધરે ખુલાસો કરતા ફેન્સ થયા ભાવુક
Exit mobile version