Site icon News Continuous Bureau | Mumbai

મિસ્ટર બૉન્ડ બોલશે ગુજરાતી ડાયલૉગ : મારું નામ છે બૉન્ડ, જેમ્સ બૉન્ડ. તમે જોશો? ગુજરાતીમાં જેમ્સ બૉન્ડ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ફિલ્મો અને સિનેમા પ્રત્યે ભારતનો પ્રેમ જાણીતો છે અને છેલ્લા દોઢ વર્ષમાં વસ્તુઓ ધીમેધીમે સામાન્ય સ્થિતિમાં આવી રહી છે, ભલે કોવિડ -19 રોગચાળાએ થિયેટર વ્યવસાયને અસર કરી છે. અક્ષયકુમારની ‘બેલ બૉટમ’ અને અમિતાભ બચ્ચન અભિનીત ‘ચેહરે’ કોવિડ -19 રોગચાળાની બીજી લહેર પછી થિયેટર રિલીઝ મેળવનારી પ્રથમ ફિલ્મોમાંની એક હતી. હવે યુનિવર્સલ પિક્ચર્સે બુધવારે લોકપ્રિય જેમ્સ બૉન્ડ સિરીઝના 25મા હપ્તાની જાહેરાત કરી – ‘નો ટાઇમ ટુ ડાઇ’ – જે USAમાં રિલીઝના એક સપ્તાહ પહેલાં 30 સપ્ટેમ્બરે ભારતમાં રિલીઝ થશે. જોકે રિલીઝનો સમય જ એકમાત્ર એવી વસ્તુ નથી કે જે ભારતીય દર્શકો માટે ફિલ્મ ખાસ બનાવે. એક મીડિયા હાઉસના જણાવ્યા અનુસાર ડેનિયલ ક્રેગ અભિનીત ‘નો ટાઇમ ટુ ડાઇ’ ગુજરાતીમાં ડબ થયેલી પહેલી હૉલિવુડ ફિલ્મ હશે. ગુજરાતીમાં ડબ કરેલું વર્ઝન અંગ્રેજી અને હિન્દી વર્ઝન સાથે બહાર પાડવામાં આવશે.

ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મના ગુજરાતી ટ્રેલરમાં, બ્રિટિશ જાસૂસ એજન્ટ જેમ્સ બૉન્ડ પોતાને એક સિક્યૉરિટી ગાર્ડ સાથે પરિચય કરાવે છે અને કહે છે, "નામ છે બોન્ડ, જેમ્સ બોન્ડ." કૈરી જોજી ફુકુનાગા દ્વારા દિગ્દર્શિત ‘નો ટાઇમ ટુ ડાઇ’ના વિલનની ભૂમિકામાં છે લૂસિફેર સફીન અને રામી મલેક જ્યારે તેની પ્રેમિકા બની છે લી સેડૌક્સ. ઉપરાંત લશાના લિંચ, બૅન વ્હિસ્વા અને રાલ્ફ ફીનેસ મુખ્ય ભૂમિકામાં છે .ફિલ્મના ગુજરાતી વર્ઝનમાં ઘણું સર્જન જોવા મળ્યું છે અને ઘણા માને છે કે ગુજરાતી ફિલ્મ માર્કેટમાં યુનિવર્સલ જેવા મોટા ખેલાડીની એન્ટ્રી ચોક્કસપણે ઉદ્યોગને મદદ કરશે.

શહનાઝ ગિલ છે આટલા કરોડની માલિક, તે ઇન્સ્ટા પોસ્ટ માટે લે છે આટલી ફી; જાણો વિગત

ગુજરાતી-ડબ વર્ઝનમાં જેમ્સ બૉન્ડ ફ્રેન્ચાઇઝી ફિલ્મની રજૂઆત અંગે પોતાનો અભિપ્રાય શૅર કરતાં ઍવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ નિર્માતા અભિષેક શાહે જણાવ્યું હતું કે ‘નો ટાઇમ ટુ ડાઇ’ જેવી હૉલિવુડ ફિલ્મની રજૂઆત ચોક્કસપણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને મદદ કરશે, ખાસ કરીને ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગ ને. જોકે લોકોનાં એવાં મંતવ્યો પણ હતાં જેમને લાગ્યું કે આવાં પગલાંઓની વધારે અપેક્ષા ન રાખવી જોઈએ. અન્ય એક ગુજરાતી ફિલ્મ નિર્માતા વિજયગિરિ આબાએ જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મ નિર્માતાઓ ફિલ્મનું ગુજરાતી વર્ઝન બહાર લાવી રહ્યા છે, ત્યારે શહેરી પ્રેક્ષકો હજુ પણ મૂળ અંગ્રેજી ડબ માટે જઈ રહ્યા છે.

 

 

 

Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Exit mobile version