Site icon News Continuous Bureau | Mumbai

David beckham: ભારત માંથી વિદાય લીધા બાદ ડેવિડ બેકહામ ની એક પોસ્ટ થઇ વાયરલ, શાહરુખ ખાન અને સોનમ કપૂર માટે કહી આવી વાત

David beckham: ડેવિડ બેકહામ ભારત વિ ન્યુઝીલેન્ડ ની વર્લ્ડ કપ ની સેમિફાઇનલ મેચ જોવા મુંબઈ આવ્યો હતો. આ દરમિયાન સોનમ કપૂર અને શાહરૂખ ખાને તેમના ઘરે ડેવિડ બેકહામ માટે પાર્ટી નું આયોજન કર્યું હતું. હવે ડેવિડ બેકહામ ની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે.

david beckham thanked to shahrukh khan and sonam kapoor for invited to them house

david beckham thanked to shahrukh khan and sonam kapoor for invited to them house

News Continuous Bureau | Mumbai

David beckham: લોકપ્રિય ફૂટબોલર ડેવિડ બેકહામ વાનખેડે સ્ટેડિયમ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ મેચ જોવા આવ્યો હતો. ત્યારબાદ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા એ પોતાના મુંબઈ ના ઘરે ડેવિડ બેકહામ ની વેલકમ પાર્ટી નું આયોજન કર્યું હતું. સોનમ કપૂર ની પાર્ટી માં હાજરી આપ્યા બાદ ડેવિડ બેકહામ શાહરુખ ખાન ના ઘર મન્નત માં પહોંચ્યો હતો. અહીં પણ શાહરુખ ખાને તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હવે ડેવિડ બેકહામ ની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં તેને સોનમ કપૂર અને શાહરુખ ખાન નો આભાર વ્યક્ત કર્યો છે. 

Join Our WhatsApp Channel

 

ડેવિડ બેકહામ ની પોસ્ટ 

ડેવિડ બેકહામ એ ભારત માંથી વિદાય લીધી છે. હવે ડેવિડ બેકહામે તેના ઇન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાન અને સોનમ કપૂર સાથેની તસવીર શેર કરી છે.આ પોસ્ટ માં ડેવિડ બેકહામે શાહરૂખ ખાનના ઘરે તેના ઉષ્માભર્યા સ્વાગત માટે તેમજ શાહરૂખ, ગૌરી ખાન અને તેમના બાળકો સુહાના ખાન અને આર્યન ખાન સાથે ડિનર શેર કરવાના અનુભવ ની પ્રશંસા કરી. આ ઉપરાંત ડેવિડ બેકહામે શાહરુખ ખાન અને તેના પરિવાર ને તેના ઘરે આવવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. તેમજ ડેવિડ બેકહામે સોનમ કપૂર અને આનંદ આહુજા નો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માન્યો અને કહ્યું કે તેઓ ભવિષ્યની મીટિંગ્સ માટે આતુર છે.


તમને જણાવી દઈએ કે, ડેવિડ બેકહામ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ની સેમિફાઇનલ મેચ જોવા વાનખેડે સ્ટેડિયમ માં પહોંચ્યો હતો. આ દરમિયાન તેને ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી. હવે ડેવિડે ભારત માંથી વિદાય લીધી છે. 

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan cryptic post: ઐશ્વર્યા રાય બચ્ચન પર ટિપ્પણી કરવા બદલ અબ્દુલ રઝાકે માંગી માફી, ત્યારબાદ અમિતાભ બચ્ચન ની ક્રિપ્ટીક પોસ્ટ થઇ વાયરલ

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version