Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત રાજપૂત કેસ: રિયા પહોંચી ભાયખલા જેલ, એનસીબી ઓફિસમાં જ રાત વિતાવી પડી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 સપ્ટેમ્બર 2020

અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતમાં ડ્રગ્સના મામલે રિયા ચક્રવર્તીની 3 દિવસની પુછપરછ પછી મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. NDCP કાયદાની કલમ 8C, 20B, 27A અને 29 અંતર્ગત રિયાની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી રિયાનું મેડીકલ ચેકઅપ કર્યા પછી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા મુંબઇ સ્થિત અદાલત સમક્ષ રજુ કરવામાં આવી હતી.

જયાં રિયાની જામીન અરજી ફગાવી 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. હવે રિયાને 14 દિવસ સુધી જેલમાં રહેવું પડશે. જેલના નિયમ અનુસાર સુર્યાસ્ત પછી જેલમાં કોઇ કેદીની એન્ટ્રી કરવામાં આવતી નથી. તેથી રિયાને મંગળવારની રાત્રી રિયાએ એનસીબીની ઓફિસમાં વુમેન સેલમાં રાખવામાં આવી હતી અને આજે એનસીબી ઓફિસથી ભાયખલા જેલ ખસેડવામાં આવી હતી.

નોંધનીય છે કે રિયા ચક્રવર્તીએ એનસીબીની પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તે ડ્રગ્સનું સેવન કરતી હતી. રિયાની જામીન અરજી પણ ફગાવી દેવાઈ છે. આ સાથે જ રિયાને સેશન કોર્ડમાં જામીન અરજી કરવા માટેની છૂટ અપાઈ છે. જેલમાં રિયાનો મેડિકલ ટેસ્ટ કરાઈને તેને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.

Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Exit mobile version