Site icon

શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં હોળી ના અવસર પર પરત ફરશે દયાબેન? દિશા વાકાણીની આ વાયરલ તસવીરે વધાર્યો ચાહકોનો ઉત્સાહ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ 2022           

Join Our WhatsApp Community

શનિવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા વર્ષોથી લોકોનો ફેવરિટ શો છે. આ શોમાં દરેક પાત્ર ફની છે. ખાસ વાત એ છે કે મેકર્સ સમયાંતરે દરેક પાત્ર પર ફોકસ કરે છે. જેઠાલાલ, ભીડે, ડોક્ટર હાથી, ટપ્પુ અને પત્રકાર પોપટલાલ જેવા અનેક પાત્રો છે જેમણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.જો કે આ શોના દર્શકો હજુ પણ દયાબેનના આગમનની રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ ગર્ભાવસ્થા દરમિયાન જ આ શોને અલવિદા કહી દીધું હતું. આ પછી તેની વાપસીને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરી એકવાર દયાબેન વિશે ચર્ચા શરૂ થઈ છે.

વાસ્તવમાં અભિનેત્રી દિશા વાકાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક એવી તસવીર શેર કરી છે, જેના પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં શોમાં પાછી જોવાની છે. સામે આવેલી આ તસવીરમાં દયાબેન અને સુંદર હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળે છે.આ તસવીર શેર કરતાં દિશા વાકાણીએ કેપ્શનમાં લખ્યું, 'હોળી આવી રહી છે…'. તસવીર જોયા બાદ લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. દિશા વાકાણીના એક ચાહકે લખ્યું છે, 'હોળી બાદ આવી જાઓ ને…' અન્ય એક યુઝરે લખ્યું, 'સુંદર હોળીના દિવસે આવશે… જેઠાલાલની મજા  માણવા'.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માંથી  દયાબેન ને ગયે ઘણો સમય વીતી ગયો છે. આવી સ્થિતિમાં, જો કોઈ પાત્ર શોમાંથી ગાયબ થઈ જાય છે, તો ચાહકોને તેની ખોટ સાલે છે.

સલમાન ખાન સાથે ફરીથી ફિલ્મ કરવા પર સંજય લીલા ભણસાલીએ તોડ્યું મૌન, અભિનેતા ને લઈ ને કહી આ વાત; જાણો વિગત

આ શોમાં દયાબેને પોતાના પાત્રની એવી છાપ છોડી છે કે મેકર્સ આજ સુધી બીજી દયાબેનને લાવી શક્યા નથી. વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે દિશા શોમાં કમબેક કરી રહી છે, પરંતુ આજ સુધી એવું થયું નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ તસવીર પાછળનું રહસ્ય શું છે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version