Site icon News Continuous Bureau | Mumbai

અભિનેતા મુકેશ ખન્ના ની મુશ્કેલીઓ વધી શકે છે- એક ઓડિયો ક્લિપ બહાર આવ્યા પછી એફઆઇઆર ની શક્યતા વધી

News Continuous Bureau | Mumbai

ટીવી દુનિયાના(TV world) પોપ્યુલર શો(popular show)  શક્તિમાનના(Shaktiman) ફેમ એક્ટર મુકેશ ખન્ના(Mukesh Khanna) પોતાના રેટરિક સ્ટેટમેન્ટ (Mukesh Khanna Rhetoric Statement) માટે જાણીતા છે. ત્યારે હવે મુકેશ ખન્નાએ છોકરીઓ વિશે એવું નિવેદન આપ્યું છે કે હવે યુઝર્સે સોશિયલ મીડિયા(Social Media Users) પર તેને આડે હાથ લીધો છે. મુકેશે પોતાના એક યુટ્યુબ વીડિયોમાં(YouTube video) વિવાદાસ્પદ નિવેદન(controversial statement) આપ્યું છે. જેને કારણે હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

Join Our WhatsApp Channel

દિલ્હી મહિલા આયોગની(Delhi Commission for Women) અધ્યક્ષ સ્વાતિ માલીવાલે(swati malliwal) દિલ્હી પોલીસના(Delhi Police) સાયબર સેલને(cyber cell) નોટિસ જારી કરી છે. ડી.સી.ડબ્લ્યુએ(D.C.W.A) એક્ટરની વિરુદ્ધ મહિલાઓ પર કથિત રીતે અપમાન જનક અને ખોટી ટિપ્પણી કરવાને લઈને એફ.આઈ.આર(FIR) દાખલ કરવાની માગ કરી છે. સાથે જ એફ.આઈ.આરની કોપીની સાથે આ મામલે ઉઠાવવામાં આવેલા પગલાનો રિપોર્ટ ૧૩ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં ડી.સી.ડબ્લ્યુને આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાનો ટપુ હવે એક્ટિંગ કરિયર ને આગળ વધારવા આ કરવા માંગે છે

સ્વાતિ માલીવાલે નોટિસનો ફોટો સોશિયલ મીડિયા(social media) પર શેર પણ કર્યો છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, શક્તિમાનની ભૂમિકા નિભાવનાર એક્ટર મુકેશ ખન્ના દ્વારા મહિલાઓની વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો પર એફ.આઈ.આર નોંધવા માટે દિલ્હી પોલીસને અમે નોટિસ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે મુકેશ ખન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહી રહ્યા છે કે, જો કોઈ છોકરી કોઈ છોકરાને કહે કે હું તારી સાથે સેક્સ કરવા માંગુ છું, તો તે છોકરી છોકરી નથી, પરંતુ તે બિઝનેસ કરવા જઈ રહી છે. કારણ કે આવા સંસ્કારી સમાજની છોકરી(civilized society girl) બેશરમ કામ ન કરી શકે, જો તે આવું કરે તો સમજી લેવું કે તે સંસ્કારી સમાજની નથી, આ તેનો ધંધો છે અને તમે તેના જીવનસાથી ન બનો, તેથી આવી છોકરીઓથી દૂર રહો.

આ સમાચાર પણ વાંચો :  આને કહેવાય જૂનુન- બોલીવુડની આ અભિનેત્રીને થયો ડેન્ગ્યુ- તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે- જુઓ ફોટોગ્રાફ્સ

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version