Site icon News Continuous Bureau | Mumbai

De De Pyaar De 2 OTT Release: ‘દે દે પ્યાર દે 2’ OTT પર મચાવશે ધમાલ: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે અજય દેવગન-રકુલ પ્રીતની ફિલ્મ

De De Pyaar De 2 OTT Release:થિયેટર બાદ હવે નેટફ્લિક્સ પર રિલીઝ થશે રોમેન્ટિક કોમેડી ડ્રામા; આર માધવન અને અજય દેવગન વચ્ચેની ટક્કર જોવા ફેન્સ આતુર.

De De Pyaar De 2 OTT Release: Ajay Devgn and Rakul Preet Singh's rom-com to stream on Netflix from Jan 9

De De Pyaar De 2 OTT Release: Ajay Devgn and Rakul Preet Singh's rom-com to stream on Netflix from Jan 9

News Continuous Bureau | Mumbai

De De Pyaar De 2 OTT Release:વર્ષ 2022 માં આવેલી ‘દે દે પ્યાર દે’ ની સિક્વલ ‘દે દે પ્યાર દે 2’ નવેમ્બર 2025 માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર મધ્યમ સફળતા મેળવ્યા બાદ હવે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર દસ્તક આપી રહી છે. નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફિલ્મની OTT રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan: 51 વર્ષની ઉંમરે ઋત્વિક રોશનનું કિલર ફોટોશૂટ: 8-પેક એપ્સ જોઈને ગર્લફ્રેન્ડ સબા આઝાદ થઈ ફિદા

ક્યારે અને ક્યાં જોઈ શકાશે ‘દે દે પ્યાર દે 2’?

અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની આ ફિલ્મ 9 જાન્યુઆરી, 2026 થી નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થશે. નેટફ્લિક્સે પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “મારે પરિવારને મળવું છે, કારણ કે હવે છોકરીવાળાનો વારો છે. 9 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર દે દે પ્યાર દે 2 જુઓ.” પ્રથમ ભાગ કરતા આ વખતે વાર્તામાં મોટો ટ્વિસ્ટ છે. પહેલા ભાગમાં આયશા (રકુલ પ્રીત સિંહ) આશિષ (અજય દેવગન) ના પરિવારને મળી હતી, પણ આ સિક્વલમાં આશિષે આયશાના માતા-પિતા એટલે કે રાજી (આર માધવન) અને અંજુ (ગૌતમી કપૂર) ને લગ્ન માટે મનાવવાના છે.


ફિલ્મમાં અજય દેવગન, રકુલ પ્રીત સિંહ અને આર માધવન મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય જાવેદ જાફરી, ઈશિતા દત્તા અને તરુણ ગહલોત પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. અંશુલ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ફેમિલી એન્ટરટેઈનર તરીકે OTT પર પણ હિટ જવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version