Site icon News Continuous Bureau | Mumbai

Debina bonnerjee14 મહિનાની દીકરીને સ્કૂલે મોકલવાને કારણે ટ્રોલ થઈ દેબીના બેનર્જી, પોતે જ કહ્યું કેમ લીધો આ નિર્ણય

ટીવીની જાણીતી અભિનેત્રી દેબીના બેનર્જી ફરી ટ્રોલ થઈ છે. આ વખતે તે તેની 14 મહિનાની દીકરીને શાળાએ મોકલવા ને લઇ ને નિશાના પર આવી છે. આ મામલે હવે અભિનેત્રીએ પોતે જ જવાબ આપ્યો છે.

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટ્રેસ દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી બે સુંદર દીકરીઓના માતા-પિતા બન્યા છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેમના વ્લોગ દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. અભિનેત્રીઓ ઘણીવાર એક યા બીજા કારણોસર ટ્રોલ થતી હોય છે. આ વખતે ફરી એ લોકો નિશાના પર છે. તાજેતરમાં, તેણે તેની 14 મહિનાની પુત્રી લિયાના ચૌધરી ને શાળાએ મોકલવાનું શરૂ કર્યું, જે તેના કેટલાક ચાહકોને પસંદ નહોતું. લોકો તેને આ વિશે ઘણી વાતો કહી રહ્યા છે, જેનો જવાબ દેબિનાએ પોતે આપ્યો છે.

Join Our WhatsApp Channel

14 મહિના ની દીકરે ને સ્કૂલે મોકલવા પર ટ્રોલ થઇ દેબીના

દેબીના બેનર્જી અને તેમના પતિ ગુરમીત ચૌધરીને બે પુત્રીઓ લિયાના અને દિવિશા છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની મોટી પુત્રી લિયાનાને 14 મહિનાની ઉંમરે પ્લેસ્કૂલ માં મોકલવાનું શરૂ કર્યું. લોકો તેને આ વિશે ઉગ્રતાથી વાતો કહી રહ્યા છે. લોકો દેબીના પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ અંગે અભિનેત્રીએ તેના વ્લોગમાં ખુલાસો કર્યો છે કે તે આવું કેમ કરી રહી છે.દેબિનાએ જણાવ્યું કે તે પોતાની દીકરીને માત્ર 15 મિનિટ માટે જ સ્કૂલે મોકલે છે. તે કહે છે કે આનાથી તેની દીકરી થોડો સમય વ્યસ્ત રહે છે અને તેનો સ્ક્રીન ટાઈમ પણ ઓછો થઈ ગયો છે, નહીં તો તે ઘરમાં રહીને ટીવી જોવાનો આગ્રહ રાખે છે.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : બળવાખોરો પર NCPની કાર્યવાહી, અજિત પવાર અને શપથ લેનારા ધારાસભ્યોને કર્યા બરતરફ, શરદ પવારે પણ આપ્યું આ નિવેદન

11 વર્ષ ના લગ્નજીવન બાદ માતા બની હતી દેબીના

જણાવી દઈએ કે દેબીના 7 મહિનામાં ફરી માતા બની છે. લગભગ 11 વર્ષના લગ્નજીવન બાદ અભિનેત્રીએ ગયા વર્ષે 3 એપ્રિલે લિયાના ને જન્મ આપ્યો હતો. એક મહિના પછી, તેણીએ તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી. આને લઈને કપલ ઘણું ટ્રોલ થયું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે આટલી ઉતાવળ શું છે, તેણીએ ફક્ત તેના પ્રથમ બાળકને ઉછેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

 

Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Diljit Dosanjh Stops Live Concert ટીશર્ટ પર એવું શું છપાયેલું હતું? અચાનક ગભરાયા દિલજીત દોસાંઝ, અધવચ્ચે રોક્યો લાઈવ કોન્સર્ટ; કહ્યું ‘આ અત્યંત પવિત્ર છે’
HanuMan Ansh Box Office ‘સિંઘમ’ અને ‘૮૩’ને પછાડી આગળ નીકળી ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૧૦૦ કરોડની કમાણી સાથે રચ્યો નવો ઇતિહાસ
Yash Film Toxic OTT Deal ફ્લોપ થયા પછી ‘ટોક્સિક’નું બગડ્યું ગણિત ₹૨૦૦ કરોડની OTT ડીલ હવે માત્ર ₹૩૦ કરોડમાં સમેટાઈ, મેકર્સને મોટો ફટકો
Exit mobile version