Site icon News Continuous Bureau | Mumbai

આખરે દીપિકા પાદુકોણે આલિયા સાથે પોતાનો બદલો લઈ લીધો; કઈ રીતે જાણો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

છેલ્લા કેટલાક સમયથી આખું બૉલિવુડ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચેના સંબંધોની વાત કરી રહ્યું છે. બંનેનાં લગ્નના સમાચારો પણ ઘણી વખત મીડિયામાં આવ્યા છે. જોકે આલિયા કે રણબીરે અત્યાર સુધી તેમના સંબંધોને સાર્વજનિક કર્યા નથી. તાજેતરમાં જ આલિયા સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા અને દીપિકા સાથે ચેટ શોમાં હતી, ત્યાં વિજયે કહ્યું કે તેને દીપિકા અને આલિયા પર જોરદાર ક્રશ હતો, પરંતુ હવે કંઈ થઈ શકે નહીં, કારણ કે દીપિકા પરિણીત છે. તે આગળ  વાત કરી જ રહ્યો હતો કે દીપિકાએ અધવચ્ચે બોલી ઊઠી કે આલિયા પણ લગ્ન કરી રહી છે. દીપિકા છેલ્લા કેટલાક વખતથી આવી જ તક શોધી રહી હતી. એટલે જ વિજયને બોલવામાં મોડું થયું કે તેણે તરત જ આલિયાની પ્રેમકહાની પરથી પડદો હટાવી દીધો. જોકે દીપિકાની જાહેરાત બાદ આલિયાને આઘાત લાગ્યો હતો અને તેણે દીપિકાને અટકાવીને કહ્યું, એક્સક્યુઝ મી, તું આ જાહેરાત કેમ કરી રહી છે? ત્યાર બાદ દીપિકાએ પોતાની ભૂલ સુધારી અને કહ્યું, મેં આ મજાકમાં કહ્યું છે.

પોતાના મૃત્યુનો આભાસ પહેલેથી જ થઈ ગયો હતો બૉલિવુડના આ દિવંગત અભિનેતાને, મજાકમાં કહેલી વાત બીજી જ ક્ષણે સાચી પડી; જાણો તે અભિનેતા વિશે

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કરણ જોહરના ચેટ શોમાં દીપિકા અને રણવીરના પહેલાં આલિયાએ તેમનાં લગ્નની જાહેરાત કરી હતી. હવે છેવટે દીપિકાએ આલિયાની સાથે પોતાનો હિસાબ બરાબર કરી લીધો.

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version