Site icon

મૂવી ‘83’ ની રિલીઝ પહેલા સિદ્ધિ વિનાયક પહોંચી દીપિકા પાદુકોણ, લાલ ડ્રેસમાં દેખાતી હતી ખૂબ જ સુંદર; જાણો વિગત, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કબીર ખાન દ્વારા નિર્દેશિત સ્પોર્ટ્સ ડ્રામા '83' શુક્રવારે રિલીઝ થવા જઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ પહેલા દીપિકા પાદુકોણ ગુરુવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ ફિલ્મમાં દીપિકાએ કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનો રોલ કર્યો છે .આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે.બુધવારે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું. તેમાં ફિલ્મમાં અભિનય કરનારા કલાકારો તેમજ 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓનો સમાવેશ થતો હતો. દીપિકા પણ ખૂબ જ ગોર્જિયસ લુકમાં સ્ક્રીનિંગમાં પહોંચી હતી. 

દીપિકા પાદુકોણ 23 ડિસેમ્બર, ગુરુવારે સિદ્ધિવિનાયકનામંદિર માં પહોંચી હતી. અહીં તેણે પોતાની ફિલ્મની સફળતા માટે આશીર્વાદ માંગ્યા. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પોતાની દરેક ફિલ્મની સફળતા માટે ચોક્કસપણે સિદ્ધિ વિનાયકના મંદિર માં જાય છે.આ દરમિયાન દીપિકા પાદુકોણે લાલ સૂટ પહેર્યો હતો. અભિનેત્રીએ પોતાને સિમ્પલ લુકમાં રાખ્યો હતો. હળવા મેકઅપમાં પણ તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

માધુરીએ શરૂ કર્યું ઓનલાઈન ડાન્સ કોન્ટેસ્ટ, કલાકારો આ રીતે કરી શકે છે અપ્લાય; જાણો ક્યારે શરુ થશે સ્પર્ધા

આ ફિલ્મ 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની વાર્તા છે. આ ફિલ્મનો મીડિયા રિવ્યુ સામે આવ્યો છે. જેમાં બધાએ આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે.દીપિકા અને રણવીર સિંહ 2018માં લગ્ન કર્યા બાદ પહેલીવાર સાથે ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે રોમી ભાટિયાનું પાત્ર ભજવી રહી છે.

 

Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા
Movie Tickets: સસ્તી ટિકિટ અને ફેમિલી આઉટિંગ: મંગળવારે સિનેમા હોલમાં કેમ હોય છે સ્પેશિયલ ઓફર્સ?
Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!
Exit mobile version