Site icon News Continuous Bureau | Mumbai

ઓહોહો! દીપિકા પાદુકોણે સાઇન કરી ૬૦૦-૬૦૦ કરોડની બે ફિલ્મો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

નિર્મતા મધુ મન્ટેનાએ એક વાતચીતમાં  કન્ફર્મ કર્યું છે કે દિવાળી પર તે ભારતીય સિનેમાની અધધધ બજેટ ધરાવતી ફિલ્મ ‘રામાયણ’ની ઘોષણા કરવાના છે. એમાં સીતાનું પાત્ર દીપિકા પાદુકોણ ભજવવાની છે, જ્યારે બીજી બાજુ મધુ મન્ટેના અને દીપિકા પાદુકોણ ૨૦૧૯માં જ ‘દ્રૌપદી’નું એલાન કરી ચૂક્યા છે.

મધુ મન્ટેનાએ જણાવ્યું હતું કે, હું અને દીપિકા આ ફિલ્મો પર સતત કામ કરી રહ્યા છે.દીપિકા પહેલા સીતાનું પાત્ર ભજવશે અને પછી દ્રૌપદીના પાત્રમાં જોવા મળશે.રામાયણમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને મહેશ બાબુ મુખ્ય રોલ કરી રહ્યા છે. એમાં હૃતિક રાવણ અને મહેશ બાબુ રામના પાત્રમાં જોવા મળવાના છે. ફિલ્મની રસપ્રદ વાત એ છે કે મહાભારત પર આધારિત ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના સાથે દીપિકા પાદુકોણ પણ કરવાની છે. કહેવાય છે કે દીપિકા દ્રૌપદીનો મુખ્ય રોલ નિભાવશે,આ ફિલ્મ દ્રૌપદીના પાત્રને ધ્યાનમાં રાખીને જ બનાવામાં આવશે.

મધુ મન્ટેનાના બન્ને પ્રોજેક્ટ રામાયણ અને મહાભારતનું બજેટ ૬૦૦-૬૦૦ કરોડ રૂપિયા છે.

Dhurandhar Music Album 2027 Grammy Snub રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ નો મ્યુઝિક આલ્બમ 2027 ના ગ્રેમી નોમિનેશન્સમાંથી બહાર ચાહકોમાં નિરાશા
Tiger Shroff Tenu Leke Jaana Teaser ગોળીબારની ઘટનાના એક મહિના બાદ ટાઈગર શ્રોફનું સોશિયલ મીડિયા કમબેક ‘તેનુ લેકે જાના’ ગીતનો ટીઝર શેર કર્યો
IFFI 2026 Goa Dhurandhar Screening વિશ્વ સિનેમાનો સંગમ IFFI 2026 માં 86 દેશોની ફિલ્મો દર્શાવાશે, રણવીર સિંહની ‘ધુરંધર’ ના સ્પેશિયલ સ્ક્રીનિંગ પર નજર
Robert Pattinson New James Bond 007 જેમ્સ બોન્ડને મળ્યો નવો ચહેરો, ડેનિયલ ક્રેગ બાદ રોબર્ટ પેટિનસન સંભાળશે જેમ્સ બોન્ડની કમાન, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version