Site icon News Continuous Bureau | Mumbai

દીપિકા પહુંચી સીધી હોસ્પિટલમાં-જે કોઈ ને થતી નથી તેવી બીમારી તેને થઇ- જાણો કેટલી ખતરનાક છે બીમારી અને તેના લક્ષણો વિશે 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની(Bollywood) ડિમ્પલ ગર્લ એટલે કે દીપિકા પાદુકોણને(Deepika Padukone) મોડી રાત્રે અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નર્વસનેસની ફરિયાદ બાદ અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિમાં હવે સુધારો જોવા મળ્યો છે. દીપિકા હવે સારું અનુભવી રહી છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દીપિકાની તબિયત બગડી હોય. આ પહેલા પણ તેને અચાનક અસ્વસ્થતાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ સવાલ એ થાય છે કે દીપિકા સાથે વારંવાર આવું કેમ થાય છે. આખરે સૌની ફેવરિટ દીપિકાને શું છે બીમારી? તો ચાલો જાણીએ કે આખરે દીપિકા પાદુકોણ કઈ બીમારીથી પીડિત છે.

Join Our WhatsApp Channel

દીપિકાની બગડતી હાલત બાદ હોસ્પિટલમાં તેની માટે વિવિધ સારવાર કરવામાં આવી છે. પરંતુ અહેવાલ મુજબ, તેની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે અને ચાહકો પણ અભિનેત્રીના સ્વસ્થ થવાની ઈચ્છા કરી રહ્યા છે. દીપિકાને અગાઉ હ્રદયના ધબકારા(Heart beat) વધવાની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે સમયે દીપિકા હૈદરાબાદમાં(Hyderabad) પ્રભાસ(Prabhas) સાથે તેની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે'(Project K)ના શૂટિંગમાં વ્યસ્ત હતી. તે દરમિયાન તેને લગભગ અડધો દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. તબીબી ભાષામાં, દીપિકાને હાર્ટ એરિથમિયા(Heart arrhythmia)  નામની બીમારી છે, જેના કારણે ભૂતકાળમાં ઘણા સેલેબ્સ મૃત્યુ પામ્યા છે.દીપિકાને જે બીમારી છે તેને હાર્ટ એરિથમિયા કહેવાય છે. આ એક હૃદય રોગ છે જેમાં ધબકારાનો દર અને લય માં ખલેલ પહોંચે છે. હૃદયના આ દર અને લય પાછળ હૃદયની વિદ્યુત પ્રક્રિયા છે, જે વિદ્યુત આવેગનું સંચાલન કરે છે. તમને જણાવી દઈએ કે હૃદયના વિદ્યુત આવેગ એક નિર્ધારિત માર્ગમાંથી પસાર થાય છે. આ સંકેતો હૃદયના સ્નાયુઓની પ્રવૃત્તિનું સંકલન કરે છે, જેથી હૃદય આરામથી લોહીને અંદર અને બહાર પંપ કરી શકે. એરિથમિયાની સમસ્યા આ માર્ગો અથવા વિદ્યુત આવેગમાં(electrical impulses) સમસ્યાને કારણે થાય છે. હાર્ટ એરિથમિયા મોટાભાગના કિસ્સાઓમાં નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જ્યારે આ સમસ્યા મગજ, ફેફસાં, હૃદય અથવા અન્ય મહત્વપૂર્ણ અવયવોમાં લોહીના પ્રવાહમાં સમસ્યાનું કારણ બની જાય છે, ત્યારે તે જીવન માટે જોખમી પણ સાબિત થઈ શકે છે.તેના લક્ષણો વિશે વાત કરીએ તો, હૃદયના ધબકારા ચૂકી જવા, ગરદન અથવા છાતીમાં ફફડાટ, ઝડપી અથવા ધીમો ધબકારા, અનિયમિત ધબકારા છે. આ સિવાય છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, બેહોશી, થાક, વધુ પડતો પરસેવો જેવા લક્ષણો પણ અનુભવાય છે. આનું કારણ હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, કસરત, તણાવ કે ચિંતાથી લઈને એલર્જી, શરદી વગેરે હોઈ શકે છે.માની સમસ્યા આ માર્ગો અથવા વિદ્યુત આવેગમાં સમસ્યાને કારણે થાય છે. 

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા- ના જેઠાલાલ પાસે છે અનેક લક્ઝરી વાહનો-જાણો દિલીપ જોશીના કાર કલેક્શન અને નેટ વર્થ વિશે  

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણની ટીમ તરફથી તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ સત્તાવાર નિવેદન(official statement) બહાર આવ્યું નથી. પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી હવે સ્વસ્થ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'પઠાણ'ના(pathan) ડબિંગમાં વ્યસ્ત છે. પઠાણ'માં તે ત્રીજી વખત શાહરૂખ ખાન(Shah Rukh Khan) સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ પછી દીપિકા રિતિક રોશન(Hrithik Roshan) સાથે ફિલ્મ 'ફાઈટર'માં કામ કરતી જોવા મળશે.

 

Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Prabhas Fauzi Teaser Out પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ રિલીઝ ડેટ લંબાવાઈ, હવે ૨૦૨૭માં સિનેમાઘરોમાં મચાવશે ધૂમ!
Ramayana Advance Booking Day 1 રણબીર કપૂરની ‘રામાયણ’ નો બોક્સ ઓફિસ પર તરખાટ એડવાન્સ બુકિંગમાં ₹૯ કરોડ પાર, ‘મિર્ઝાપુર ધ મૂવી’ નો રેકોર્ડ તોડ્યો!
Exit mobile version