ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
28 ઓક્ટોબર 2020
બોલીવૂડ સેલિબ્રિટિસની પોપ્યુલારિટીનો અંદાજ તો સહુ કોઈને હોય છે. પરંતુ આ બધા સેલેબ્સમાં સૌથી વધુ વિશ્વસનીય કોણ છે એ પ્રશ્ન પણ સહુને ઉદભવતો હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ હ્મૂમન બ્રાડંસ તરફથી ટિયારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેના અનુસાર બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પ્રથમ રહ્યા છે. આ રિપોર્ટમાં સેલેબ્સનો બ્રાન્ડ તરીકે સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે સૌથી વધુ વિશ્વસનીય બ્રાન્ડ તરીકે કઇ સેલિબ્રિટિ છે.
રિપોર્ટના અનુસાર, અમિતાભ બચ્ચનને 88.0 ના ટિયારા સ્કોર સાથે ભારતની સૌથી વિશ્વસનીય હસ્તી ગણીને વોટ આપવામાં આવ્યા છે. જેમાં બીજા નંબર પર અક્ષય કુમાર છે. જેનો સ્કોર 86.8 છે. મહિલા સેલિબ્રિટિઝમાં અભિનેત્રી દીપિકા પદુકોણ 82.8 સ્કોર સાથે સોથી વિશ્વનીય મહિલા બની ગઇ છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ઇન્ટીટ્યૂટ ઑફ હ્યુમન બ્રાન્ડ્સ (IIHB) દ્વારા TIARA રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સેલેબ્સની બ્રાન્ડ તરીકે રૂપમાં સર્વે કરવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે ક્યા સેલેબ્સ સૌથી વિશ્વસનીય બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યા છે. આ રિસર્ચમાં 23 શહેરોના 60,000 લોકોએ ભાગ લીધો છે અને દરેક પ્રત્યેક સેલિબ્રિટીને પોઇન્ટ આપવામાં આવ્યા છે. આ સર્વેમાં દેશના 180 સેલેબલ્સને શામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 69 બોલીવૂડ, 67 ટેલિવિઝન જગતના અને 38 ખેલ અને અન્ય ક્ષેત્રના સાત સેલિબ્રિટીઓને સામેલ કરવામાં આવ્યા હતા.
