Site icon News Continuous Bureau | Mumbai

જન્માષ્ટમી ના પાવન અવસર પર રણવીર સિંહ-દીપિકા પાદુકોણે કરી ગૃહપ્રવેશ ની પૂજા-તસવીરો થઇ વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે (Ranveer singh)થોડા દિવસ પહેલા જ બાંદ્રામાં(Bandra) 119 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો હતો. હવે રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ અલીબાગમાં(Alibaug) એક લક્ઝરી વેકેશન હોમના(vacation home) માલિક બની ગયા છે. શુક્રવારે દંપતીએ આ ઘરમાં ખાનગી ગૃહ પ્રવેશ પૂજાનું આયોજન કર્યું હતું. આ અવસર પર રણવીર સિંહે તેના નવા ઘરની કેટલીક તસવીરો તેની ઈન્સ્ટાગ્રામ (Instagram)સ્ટોરીઝ પર શેર કરી છે. આ તસવીરો જોઈને રણવીર અને દીપિકાના ફેન્સ ખૂબ જ ખુશ છે.

Join Our WhatsApp Channel

આ તસવીરોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગૃહ પ્રવેશની(Grih pravesh) પૂજા કરતા જોવા મળે છે. તેમજ બંને હવનની અગ્નિમાં આહુતિ આપતા જોવા મળે છે.

આ તસવીર માં તે અને તેની પત્ની બંને ઘરનો મુખ્ય દરવાજો (main gate)ખોલતા જોવા મળે છે. જો કે તમામ તસવીરોમાં બંનેના ફક્ત હાથ જ દેખાઈ રહ્યા છે.

જોકે  દીપિકાએ(Deepika Padukone) હજુ સુધી ગૃહ પ્રવેશની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી નથી.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દંપતીની આ પ્રોપર્ટીની(property) કોઈ તસવીર કે તેના વિશે કોઈ ખાસ માહિતી સામે આવી નથી. જણાવી દઈએ કે રણવીર સિંહે તાજેતરમાં બાંદ્રામાં (Bandra)ખરીદેલ સી-ફેસિંગ ફ્લેટ સલમાન ખાનના ઘર ગેલેક્સી અને શાહરૂખ ખાનના ઘર મન્નતની (Mannat)વચ્ચે આવેલો છે.

આ સમાચાર પણ વાંચો : અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી-EDએ આ કેસમાં બનાવી આરોપી-ચાર્જશીટ થશે દાખલ

Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Mirzapur The Movie Box Office Collection બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ ₹૨૦૦ કરોડની ક્લબમાં પહોંચવાની નજીક
Exit mobile version