Site icon

દીપિકા પાદુકોણે બતાવી તેની અન્ય પ્રતિભા, 12 વર્ષની ઉંમરે અભિનેત્રી એ કર્યું હતું આવું કામ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પોતાની એક્ટિંગના જોરે લોકોના દિલ જીતી લીધા છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને, તેણે લોકોને તેની અન્ય પ્રતિભા બતાવી છે, જેને જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં, દીપિકાએ એક કવિતા શેર કરી છે, જે તેણે 12 વર્ષની ઉંમરે લખી હતી.

Join Our WhatsApp Community

દીપિકા પાદુકોણે 12 વર્ષની ઉંમરે પહેલી અને છેલ્લી વખત કવિતા લખી હતી. ત્યારે શાળાના તમામ બાળકોને કવિતા લખવા માટે બે શબ્દો આપવામાં આવ્યા હતા. આટલા વર્ષો પછી દીપિકાએ પોતાની કવિતા સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમના દ્વારા લખવામાં આવેલી આ કવિતા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ આ પોસ્ટને જોરદાર રીતે શેર પણ કરી રહ્યા છે.ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા દીપિકા પાદુકોણે લખ્યું કે કવિતા લખવાનો મારો પહેલો અને છેલ્લો પ્રયાસ. તે સાતમા ધોરણ હતું અને હું 12 વર્ષની હતી. કવિતાનું શીર્ષક હતું 'હું છું'. અમને લખવા માટે બે શબ્દો આપવામાં આવ્યા હતા, જે તમે જોઈ શકો છો… અને પછી ઈતિહાસ બની ગયો.

આ સમાચાર પણ વાંચો : 'પુષ્પા' ફેમ અલ્લુ અર્જુન છે RRR ફેમ એક્ટર રામ ચરણનો ભાઈ, આ સેલેબ્સ સાથે પણ છે પારિવારિક સંબંધ

દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે.તેમજ હ્રિતિક રોશન સાથે ફાઈટર માં પણ જોવા મળશે. આ પહેલા તે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ગહેરાઇયાં'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા મુખ્ય ભૂમિકામાં હતા..

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version