Site icon News Continuous Bureau | Mumbai

Allu Arjun । દીપિકા અને અલ્લુ અર્જુનની ‘રાકા’ પર લાગી બ્રેક! સેટ પરથી અચાનક કેમ ટીમની થઈ વિદાય? જાણો અસલી વિવાદ

Allu Arjun ।ડિરેક્ટર એટલીની આગામી ફિલ્મ ‘રાકા’ ના એક્શન શેડ્યૂલ માટે દીપિકાએ ડેટ્સ ન આપતા વિવાદ, શાહરૂખ ખાનની ‘કિંગ’ ના શૂટિંગમાં વ્યસ્ત હોવાની ચર્ચા.

Allu Arjun । દીપિકા અને અલ્લુ અર્જુનની ‘રાકા’ પર લાગી બ્રેક! સેટ પરથી અચાનક કેમ ટીમની થઈ વિદાય? જાણો અસલી વિવાદ

Allu Arjun । દીપિકા અને અલ્લુ અર્જુનની ‘રાકા’ પર લાગી બ્રેક! સેટ પરથી અચાનક કેમ ટીમની થઈ વિદાય? જાણો અસલી વિવાદ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Allu Arjun । સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને બોલિવૂડની ટોપ કમાણી કરનારી અભિનેત્રી દીપિકા પાદુકોણ ની આગામી ફિલ્મ ‘રાકા’ ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બ્લોકબસ્ટર ડિરેક્ટર એટલી ના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું કામ છેલ્લા કેટલાક સમયથી સતત અટકી રહ્યું છે, અને અહેવાલો અનુસાર તેની પાછળનું સૌથી મોટું કારણ દીપિકા પાદુકોણની ડેટ્સ છે. દીપિકાએ હજુ સુધી પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કર્યું નથી, જેના લીધે મેકર્સે હાલ પૂરતું આ બિગ બજેટ મૂવીનું શૂટિંગ રોકી દેવાની ફરજ પડી છે.

જૂન મહિનાનું મોટું એક્શન શેડ્યૂલ કેન્સલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૂન મહિનામાં ફિલ્મ ‘રાકા’ ના કેટલાક ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ એક્શન સીક્વન્સ ફિલ્માવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ દરમિયાન અલ્લુ અર્જુન અને દીપિકા ઉપરાંત જિમ સાર્ભ અને ફેમિના જોર્જ જેવા કલાકારો પણ સેટ પર હાજર રહેવાના હતા. પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થઈ જ્યારે દીપિકા પાદુકોણે મેકર્સને શૂટિંગ માટે પોતાની ડેટ્સ ફાળવી નહીં. ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર આવ્યાને બે મહિના થઈ ગયા છે અને એટલી જૂનમાં દીપિકાનો ફર્સ્ટ લુક રીવીલ કરવાના હતા, પરંતુ શૂટિંગ ન થવાના કારણે હવે મેકર્સે બાકીના કલાકારોને પણ પોતાની ડેટ્સ રીશેડ્યૂલ કરવા કહી દીધું છે.

પ્રેગ્નેન્સીમાં પણ બોડી ડબલ સાથે કર્યા એક્શન સીન, ફિલ્મમાંથી બહાર થવાના દાવા ખોટા

થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણે પોતાની પ્રેગ્નેન્સી અંગે સત્તાવાર જાહેરાત કરી હતી, ત્યારથી એવી અફવાઓ ઉડી રહી હતી કે ‘રાકા’ ના મેકર્સ ફિલ્મમાં તેનો સ્ક્રીન ટાઈમ ઘટાડી રહ્યા છે અથવા તેને પ્રોજેક્ટમાંથી બહાર કરી દેવાઈ છે. જો કે, એક મીડિયા હાઉસ ના અહેવાલે સ્પષ્ટ કર્યું છે કે દીપિકા હજુ પણ આ ફિલ્મનો મુખ્ય હિસ્સો છે. તેણે પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન પણ કેટલાક એક્શન બ્લોક્સનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, જેમાં તેની સુરક્ષા માટે બોડી ડબલ (સ્ટંટ ડબલ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેનું અચાનક ડેટ્સ ન આપવું એ ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યું છે.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’ ના કારણે ડેટ્સ અટકી હોવાની સંભાવના

સિનેમા જગતના વિશ્લેષકોના મતે, દીપિકા પાદુકોણ દ્વારા ‘રાકા’ ને ડેટ્સ ન આપવા પાછળ સુપરસ્ટાર શાહરૂખ ખાન ની આગામી ફિલ્મ ‘કિંગ’ હોઈ શકે છે. દીપિકા હાલમાં સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ પર કામ કરી રહી છે અને તાજેતરમાં જ સેટ પરથી શાહરૂખ અને દીપિકાના ફોટા-વીડિયો લીક થયા હતા. ‘કિંગ’ નું શૂટિંગ અત્યારે અંતિમ તબક્કામાં હોવાથી દીપિકા તે કામ પૂરું કરીને જ ‘રાકા’ ના સેટ પર પરત ફરશે તેવું અનુમાન છે. આ ઉપરાંત ચર્ચા એવી પણ છે કે શાહરૂખ ખાનનો ‘જવાન’ ફિલ્મવાળો આઇકોનિક કેરેક્ટર એટલીની આ નવી ફિલ્મ ‘રાકા’ માં મોટો કેમિયો (ધમાકેદાર એન્ટ્રી) કરતો જોવા મળી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Sushmita Sen on Wasim Akram। પાકિસ્તાની ક્રિકેટરના પ્રેમમાં પાગલ હતી સુષ્મિતા સેન! અફેર અને લગ્નના સમાચારો પર એક્ટ્રેસે આપ્યો હતો સણસણતો જવાબ

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version