Site icon

‘બૈજુ બાવરા’ ફિલ્મમાં કામ કરવા માટે દીપિકા પાદુકોણ-આલિયા ભટ્ટ વચ્ચે થઈ ટક્કર, પરંતુ આ હિરોઈન છે મેકર્સની પહેલી પસંદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર

સંજય લીલા ભણસાલી આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ બૈજુ બાવરા માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલ કરી રહ્યો છે પરંતુ તેમાં હિરોઈનને લઈને હજુ પણ કન્ફ્યુઝન છે. રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કામ કરવા માંગે છે કારણ કે આ ફિલ્મમાં તેના પતિ મુખ્ય ભૂમિકામાં છે. જો કે સમાચારોનું માનીએ તો મેકર્સ આલિયા ભટ્ટને ફિલ્મમાં લીડ રોલ માટે પરફેક્ટ માની રહ્યા છે. તમને જણાવી દઈએ કે આલિયા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં પણ કામ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટે બૈજુ બાવરાની સ્ક્રિપ્ટ વાંચી છે અને તે ફ્રીમાં તેમાં કામ કરવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ પણ ગંગુબાઈ કાઠિયાવાડીમાં કામ કરવા માંગતી હતી. ફિલ્મની નજીકના એક સૂત્રનું કહેવું છે કે બૈજુ બાવરા માટે હજુ સુધી કોઈ હિરોઈન ફાઈનલ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ભણસાલી સાથે દીપિકાનું ટ્યુનિંગ સારું છે, જ્યારે આલિયા પણ હવે તેની સાથે જોડાઈ ગઈ છે.

કંપનીએ એડ નહીં હટાવી તો અમિતાભ બચ્ચને મોકલી લીગલ નોટિસ, જાણો શું છે મામલો

હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ભણસાલીએ તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ ડેટ ફરી બદલી છે. રિપોર્ટ્સ અનુસાર, હવે આ ફિલ્મ આ વર્ષે નહીં પરંતુ નવા વર્ષમાં 18 ફેબ્રુઆરી, 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી અને જયંતિ લાલ ગડા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર ઘણા સમય પહેલા રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોયા પછી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version