Site icon News Continuous Bureau | Mumbai

Deepika Padukone 82°E: દીપિકા અને કેટરિનાના બ્રાન્ડની આવકમાં મોટો ફરક, આંકડાઓ જોઈને ચોંકી જશો

Deepika Padukone 82°E: દીપિકા પાદુકોણ ની બ્યુટી ફ્રન્ડ 82°Eને વર્ષ 2025 માં 12.3 કરોડનું નુકસાન, જ્યારે કેટરીના ની કી બ્યુટી પ્રોફિટમાં છે

Deepika Skincare Brand Faces Loss, Katrina’s Kay Beauty Set to Hit ₹100 Crore Revenue

Deepika Skincare Brand Faces Loss, Katrina’s Kay Beauty Set to Hit ₹100 Crore Revenue

News Continuous Bureau | Mumbai

Deepika Padukone 82°E: બોલીવૂડ સ્ટાર્સ હવે ફિલ્મો સિવાય પોતાના બ્રાન્ડથી પણ કમાણી કરે છે. પરંતુ દીપિકા પાદુકોણ ની સ્કિનકેર બ્રાન્ડ 82°E હાલ નુકસાનમાં ચાલી રહી છે. ફાઇનાન્શિયલ વર્ષ 25માં કંપનીને લગભગ  12.3 કરોડનું નુકસાન થયું છે. ગયા વર્ષે કંપનીએ  21.2 કરોડ ની કમાણી કરી હતી, જ્યારે આ વર્ષે માત્ર  14.7 કરોડની કમાણી થઈ છે – એટલે લગભગ 30%નો ઘટાડો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan On Dharmendra: સૌથી નજીકના મિત્રને ગુમાવ્યા: અમિતાભ બચ્ચને ધર્મેન્દ્રના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ, ‘શોલે’ સ્ટારને યાદ કરી થયા ભાવુક

ખર્ચમાં ઘટાડો, પ્રોફિટ માટે તૈયારી

રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 24માં કંપનીનો કુલ ખર્ચ 47 કરોડ હતો, જે વર્ષ 25માં ઘટીને  26 કરોડ રહ્યો. માર્કેટિંગ ખર્ચ પણ  20 કરોડથી ઘટીને 4.4 કરોડ થયો છે. કંપની હવે કૉસ્ટ કટિંગ સાથે સેલ્સ વધારવા પર ધ્યાન આપી રહી છે. બીજી તરફ કેટરીના કૈફ ની મેકઅપ બ્રાન્ડ Kay Beauty 2019માં લોન્ચ થઇ હતી અને 2022માં જ પ્રોફિટમાં આવી ગઈ હતી. નાણાકીય વર્ષ 24માં તેની રેવન્યુ  88.23 કરોડ અને પ્રોફિટ 11.3 કરોડ હતો. 2025માં આ બ્રાન્ડ  100–105 કરોડના રેવન્યુ સુધી પહોંચવાની શક્યતા છે. Kay Beauty નાયકા (Nykaa) સાથે પાર્ટનરશિપમાં ચાલે છે અને તેની ઑનલાઇન-ઑફલાઇન બંનેમાં મજબૂત પકડ છે.


બોલીવૂડ સ્ટાર્સ પોતાના બ્રાન્ડ્સ દ્વારા બિઝનેસ વર્લ્ડમાં એન્ટ્રી કરી રહ્યા છે. પરંતુ સફળતા માટે મજબૂત માર્કેટિંગ, પ્રોડક્ટ ક્વોલિટી અને બ્રાન્ડ સ્ટ્રેટેજી જરૂરી છે. કેટરીનાનો Kay Beauty આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે, જ્યારે દીપિકાનો 82°E હજુ પડકારોનો સામનો કરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version