Site icon

Aishwarya rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની અરજી પર દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો આવો ચુકાદો

Aishwarya rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ તાજેતર માં દિલ્હી હાઇકોર્ટ માં એઆઈથી બનેલી ફેક ઈમેજ ને લઈને અરજી કરી હતી જેમાં કોર્ટે ચુકાદો આપ્યો છે.

Delhi High Court Bans AI Misuse of Aishwarya Rai’s Identity, Sets Landmark for Celebrity Rights

Delhi High Court Bans AI Misuse of Aishwarya Rai’s Identity, Sets Landmark for Celebrity Rights

News Continuous Bureau | Mumbai

Aishwarya rai Bachchan: બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન એ AI દ્વારા બનાવેલી ફેક ઈમેજ અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે કોર્ટે તેના વ્યક્તિગત અધિકારો ને સુરક્ષિત રાખતા મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કે પ્લેટફોર્મ ઐશ્વર્યા રાયના નામ, ફોટા, અવાજ કે પર્સોનાને AI, ડીપફેક , ફેસ મોર્ફિંગ દ્વારા ઉપયોગ કરી શકશે નહીં.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચન માટે 10 સપ્ટેમ્બર કેમ છે ખાસ? કરિયર માટે સાબિત થયો ગોલ્ડન દિવસ

કોર્ટ એ ગુગલ અને ઈ-કોમર્સ સાઇટ્સને 72 કલાકમાં URLs દૂર કરવા આદેશ

જસ્ટિસ તેજસ કારિયા એ એક્સ-પાર્ટે ઇન્ટરિમ ઓર્ડર આપીને ગુગલ એલએલસી અને અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને 72 કલાકમાં ઐશ્વર્યા રાયના નામ અને ફોટા સાથે જોડાયેલા URLs દૂર કરવા આદેશ આપ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી (MeitY) ને પણ આ URLs બ્લોક કરવા માટે સૂચના આપવામાં આવી છે.


અરજીમાં ઐશ્વર્યા રાયએ જણાવ્યું કે કેટલીક વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સ તેના નામ અને ફોટા સાથે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ ફેલાવી રહ્યા છે. આથી તેની પ્રતિષ્ઠા, માનસિક શાંતિ અને સામાજિક છબીને નુકસાન પહોંચ્યું છે. કોર્ટએ જણાવ્યું કે આવા કિસ્સાઓમાં વ્યક્તિના “રાઈટ ટુ ડીગ્નીટી” અને “રાઈટ ટૂ પ્રાઇવસી” પર સીધો હુમલો થાય છે. ‘Personality Rights’ એટલે કે વ્યક્તિના નામ, અવાજ, ફોટા, સ્ટાઈલ અને ઓળખ પર તેનો સંપૂર્ણ અધિકાર. કોઈ પણ વ્યક્તિ કે કંપની આ ઓળખનો ઉપયોગ તેના વ્યાવસાયિક હિત માટે કરી શકે નહીં. આ અધિકાર ભારતીય બંધારણના કલમ 21 હેઠળ “Right to Life and Dignity” નો ભાગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version