Site icon News Continuous Bureau | Mumbai

Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી

Sameer Wankhede Case: નેટફ્લિક્સ અને રેડ ચિલીઝ ની સિરીઝ પર માનહાનિનો કેસ, કોર્ટએ આર્યન ખાન ના ડ્રગ કેસની પૃષ્ઠભૂમિ પર પૂછ્યા સવાલ

Delhi High Court Questions Netflix Series ‘Ba***ds of Bollywood’ in Sameer Wankhede Defamation Case

Delhi High Court Questions Netflix Series ‘Ba***ds of Bollywood’ in Sameer Wankhede Defamation Case

News Continuous Bureau | Mumbai

 Sameer Wankhede Case: દિલ્હી હાઈકોર્ટમાં નેટફ્લિક્સ સિરીઝ બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડે દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસની સુનાવણી થઈ. રેડ ચિલીઝ તરફથી સિનિયર એડવોકેટ એ દલીલ કરી કે આ સિરીઝ માત્ર એક વ્યંગ્યાત્મક પ્રસ્તુતિ છે અને તેમાં દર્શાવાયેલા પાત્રો કલ્પિત છે. કોર્ટએ આર્યન ખાનના ડ્રગ કેસ ની પૃષ્ઠભૂમિ પર અસર અંગે પ્રશ્નો પૂછ્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ

કોર્ટના સવાલ અને દલીલો

સિનિયર વકીલ એ આર.કે. લક્ષ્મણ નું ઉદાહરણ આપીને કહ્યું કે વ્યંગ્ય મોટા પદ પર રહેલા વ્યક્તિથી પ્રેરિત હોઈ શકે છે. પરંતુ કોર્ટએ કહ્યું કે આર્યન અને વાનખેડેની પૃષ્ઠભૂમિ ડ્રગ કેસ સાથે જોડાયેલી છે, જે સિરીઝમાં દર્શાવવામાં આવી છે. વાનખેડે તરફથી સિનિયર એડવોકેટ એ દલીલ કરી કે જો આ વ્યંગ્ય છે તો તે કઈ વાસ્તવિક ઘટના પર આધારિત છે તે સ્પષ્ટ કરવું પડશે.વાનખેડેની તરફથી રજૂ કરાયેલા તર્ક મુજબ, સિરીઝમાં દર્શાવાયેલ સીન તેમના અપમાનરૂપ છે અને તેને દૂર કરવાથી નેટફ્લિક્સ અથવા રેડ ચિલીઝને કોઈ નુકસાન નહીં થાય. વકીલ એ  કહ્યું કે વ્યંગ્ય હંમેશા વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોય છે, કલ્પના પર નહીં.


કોર્ટએ વાનખેડે સામે ચાલી રહેલા અન્ય કેસો – CBI, ED અને CATની કાર્યવાહી અંગે પણ પૂછપરછ કરી. રેડ ચિલીઝ તરફથી દલીલ કરવામાં આવી કે આ તપાસો તેમની જવાબદારી નથી. હવે આ કેસની આગળની સુનાવણી 26 નવેમ્બર 2025ના રોજ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version