Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra 90th Birth Anniversary: દેઓલ પરિવારની અનોખી પહેલ: ધર્મેન્દ્રના ૯૦મા જન્મદિવસની ઉજવણી ફાર્મહાઉસમાં થશે, ફેન્સને પણ મળશે એન્ટ્રી

Dharmendra 90th Birth Anniversary: અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯મા જન્મદિવસના થોડા દિવસો પહેલા ૨૪ નવેમ્બરે નિધન થયું હતું. હવે દેઓલ પરિવાર ૮ ડિસેમ્બરે તેમની ૯૦મી જન્મજયંતિને ખાસ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યો છે, જેમાં ચાહકોને પણ સામેલ કરાશે

Deol Family Important Decision on Dharmendra 90th Birth Anniversary Celebration at Farmhouse

Deol Family Important Decision on Dharmendra 90th Birth Anniversary Celebration at Farmhouse

News Continuous Bureau | Mumbai

Dharmendra 90th Birth Anniversary: આ વર્ષે દેઓલ પરિવાર ધર્મેન્દ્રના ૯૦મા જન્મદિવસને ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ સમય અને કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. દુઃખની વાત છે કે પોતાના જન્મદિવસના થોડા દિવસો પહેલા જ ‘હી-મેન’નું નિધન થઈ ગયું હતું. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની ૮ ડિસેમ્બરે જન્મજયંતિ છે. દેઓલ પરિવાર તેને યાદગાર રીતે ઉજવવાની તૈયારીમાં છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Samantha Ruth Prabhu: ૨ કરોડની સગાઈની વીંટી બાદ સમંથાને મળી પતિ તરફ થી મોટી ગિફ્ટ, જાણો વિગતે

ખંડાલાના ફાર્મહાઉસ પર થશે આયોજન

અભિનેતા ધર્મેન્દ્રના ૯૦મા જન્મદિવસને તેમના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર ઉજવવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,સની દેઓલ અને બોબી દેઓલે પરિવારના સભ્યો સાથે મળીને ધર્મેન્દ્રના ૯૦મા જન્મદિવસને તેમની વિરાસતને શ્રદ્ધાંજલિ રૂપે ઉજવવાની તૈયારી કરી છે. આ આયોજન અભિનેતાના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર થશે. આ દિવસને ખાસ બનાવવા માટે ચાહકોને પણ સામેલ કરવામાં આવશે. આ દિવસે ફાર્મહાઉસના દરવાજા ચાહકો માટે ખુલ્લા રહેશે.


અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ ચાહકો તેમના અંતિમ દર્શન કરી શક્યા નહોતા. પરિવારે ઉતાવળમાં ગુપ્ત રીતે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ, દેઓલ પરિવારે આ અંગે વિચાર કર્યો છે કે ઘણા ચાહકો ઈચ્છતા હતા કે તેમને ધર્મેન્દ્રને છેલ્લી વાર મળવાનો કે જોવાનો મોકો મળે. તેથી, દિવંગત અભિનેતાની ૯૦મી જન્મજયંતિ પર, તેમણે એ ચાહકો માટે ફાર્મહાઉસના ગેટ ખોલવાનો નિર્ણય કર્યો છે જેઓ આવવા માંગે છે, તેમને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે અને પરિવારને મળવા માંગે છે. સાદગી સાથે ઈવેન્ટના આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version