Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી

Dharmendra 90th Birthday: હેલ્થ અપડેટ બાદ જો સ્થિતિ સારી રહી તો 8 ડિસેમ્બરે ધર્મેન્દ્રનો જન્મદિવસ ધૂમધામથી ઉજવાશે, ઈશા દેઓલ પણ કરશે ડબલ સેલિબ્રેશન

by Zalak Parikh
Deol Family Plans Grand Celebration for Dharmendra’s 90th Birthday Amid Health Recovery

News Continuous Bureau | Mumbai

Dharmendra 90th Birthday: બોલીવુડના વેટરન એક્ટર ધર્મેન્દ્ર  ટૂંક સમયમાં 90 વર્ષના થવા જઈ રહ્યા છે. તાજેતરમાં તેમની તબિયત ખરાબ થતાં તેમને મુંબઈ ની બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ ઘરે છે અને ડોક્ટર્સની ટીમ તેમની સારવાર પર નજર રાખી રહી છે. જો તેમની તબિયત સારી રહેશે તો દેઓલ પરિવાર  8 ડિસેમ્બરે તેમના જન્મદિવસે ગ્રાન્ડ સેલિબ્રેશન કરવાની યોજના બનાવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી

ઈશા દેઓલ પણ કરશે ડબલ સેલિબ્રેશન

રિપોર્ટ મુજબ, ઈશા દેઓલ એ પોતાનો  જન્મદિવસ સેલિબ્રેટ કર્યો નહોતો કારણ કે તે પિતાની તબિયત સુધરવાની રાહ જોઈ રહી હતી. હવે તે પિતા ધર્મેન્દ્ર સાથે મળીને ડબલ સેલિબ્રેશન કરશે.ધર્મેન્દ્રની તબિયત ખરાબ થતાં શાહરુખ ખાન, સલમાન ખાન, અમીશા પટેલ અને ગોવિંદા જેવા સ્ટાર્સ તેમને મળવા પહોંચ્યા હતા. બાદમાં તેમને ઘરે શિફ્ટ કરવામાં આવ્યા છે અને ડોક્ટર્સની ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. અમિતાભ બચ્ચન પણ પોતાના ‘વીરુ’ને મળવા આવ્યા હોવાની ચર્ચા છે.

 

View this post on Instagram

 

A post shared by Smack Bollywood (@smack.bollywood)


ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતા હતા અને ફાર્મહાઉસથી વીડિયો શેર કરતા હતા. તબિયત ખરાબ થયા બાદ તેઓ ફેન્સને અપડેટ આપી શક્યા નથી, પરંતુ દેશભરમાં તેમની સારી તબિયત માટે પ્રાર્થનાઓ થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More