Site icon

Dev anand: 100મા જન્મદિવસ પહેલા જ વેચાયો દેવ આનંદ નો ઐતિહાસિક બંગલો, અધધ આટલા કરોડમાં થયો સોદો

Dev anand: દિવંગત અભિનેતા દેવ આનંદનો બંગલો વેચાઈ ગયો છે. દેવ આનંદનો આ બંગલો મુંબઈના જુહુમાં આવેલો છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંગલો લગભગ 400 કરોડ રૂપિયામાં વેચાયો છે.

Dev anand historical juhu bungalow sold in 400 crore

Dev anand historical juhu bungalow sold in 400 crore

News Continuous Bureau | Mumbai 

Dev anand: દિવંગત અભિનેતા દેવ આનંદનો મુંબઈના જુહુમાં આવેલો બંગલો વેચાઈ ગયો છે. દેવ આનંદના પરિવારે આ નિર્ણય લીધો છે કારણ કે તેઓ આ બંગલાની દેખભાળ કરવા સક્ષમ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ 73 વર્ષ જૂના બંગલાને તોડીને અહીં 22 માળનો ટાવર બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલો લગભગ 400 કરોડ રૂપિયામાં વેચાયો છે. આ બંગલામાં દેવ આનંદ તેની પત્ની કલ્પના કાર્તિક અને બાળકો સુનીલ આનંદ અને દેવીના આનંદ સાથે રહેતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે વેરાન પડયો હતો.

Join Our WhatsApp Community

 

400 કરોડ માં વેચાયો દેવ આનંદ નો બંગલો 

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ દેવ આનંદનો જુહુનો બંગલો એક રિયલ એસ્ટેટ કંપનીને વેચી દેવામાં આવ્યો છે. દેવ આનંદનો આ બંગલો જુહુના પ્રાઇમ લોકેશન પર આવેલો છે અને આ બંગલાની ડીલ લગભગ 400 કરોડ રૂપિયામાં થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે દેવ આનંદનો આ બંગલો ખરીદનાર રિયલ એસ્ટેટ કંપની એ આ જગ્યાએ 22 માળની બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : Shweta tiwari: રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સ માં થઇ શ્વેતા તિવારી ની એન્ટ્રી, ઇન્ડિયન પોલીસ ફોર્સ માં ભજવશે આ ભૂમિકા

આ કારણે દેવ આનંદ ના પરિવારે વેચ્યો બંગલો  

તમને જણાવી દઈએ કે આ બંગલો છેલ્લા ઘણા સમયથી વેરાન  છે. કહેવાય છે કે એક તરફ દેવ આનંદના પુત્ર અમેરિકામાં રહેવા લાગ્યા છે અને બીજી તરફ તેમની પત્ની હવે તેમની પુત્રી સાથે ઉટીમાં રહે છે. આવી સ્થિતિમાં આ બંગલાની દેખભાળ કરવાવાળું કોઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવ આનંદનો આ બંગલો 1950માં બનાવવામાં આવ્યો હતો, જો કે ત્યારે જુહુની ગણના મુંબઈના પોશ વિસ્તારોમાં થતી ન હતી, જ્યારે હવે તે મુંબઈના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે દેવ આનંદે તેમની સિનેમેટિક કરિયરમાં હિન્દી સિનેમાને નવી ઉડાન આપી હતી અને તે ઘણી હિટ ફિલ્મોનો પણ ભાગ હતો. દેવ આનંદ હજુ પણ સીઆઈડી, જોની મેરા નામ, ટેક્સી ડ્રાઈવર, પેઈંગ ગેસ્ટ, અસલી નકલી, નૌ દો ગ્યારાહ, તમાશા, મંઝીલ, અમીર ગરીબ, જુગાર, મહેલ અને કાલા પાની વગેરે માટે જાણીતા છે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version